________________
ઉપમિતિ કથા સારદ્વાર
દામ્પત્ય જીવન ;
પિતાની કેળ જેવી કે મળ કન્યા પરણાવી શ્રી નરકેસરી રાજા પિતાના નગર ભણે રવાના થયા. પિતાજીએ અમને આલીશાન આવાસ રહેવા આપે. એ આવાસમાં આનંદ પ્રમોદ કરતા ચકવાક ચક્રવાકીની જેમ દિવસે જતા હતા. સૂર્ય કયારે ઉગતે અને કયારે આથમતે એને પણ અમેને ખ્યાલ ન આવત.
પુણ્યદયના પ્રતાપે અમારી પરસ્પરની પ્રીતિ જલ-મીન જેવી બની ગઈ. એક વિના બીજાને જરા પણ ચાલતું નહિ. બે શરીર અને એક આત્મા જે અમારે ગાઢ સંબંધ થઈ ગયે. ક્ષણને વિગ અમને આકાર લાગતે.
આનંદના હિલોળે હિંચતા અને સુખ સાહ્યબીમાં મહાલતાં અમને જોઈ શૈલરાજ અને મૃષાવાદ રેષે ભરાણા. અમારા સૌભાગ્ય સુખની એમને ઈર્ષા થઈ આવી. અમારે આનંદ એ સાંખી ન શકયા.
ઈર્ષાની આગથી બળતા બને ભેગા મળી વિચાર કરવા લાગ્યા કે કુમાર અને કુમારીને વિગ કેમ થાય? એમાં ઝગડાની ચીનગારી કેમ મૂકી શકાય ? એક બીજા અબેલા કેમ લે? છૂટા કેમ પડે ?
શૈલરાજે મૃષાવાદને પાને ચડાવ્ય. અરે મૃષાવાદ ! તું એક કામ કરીશ?
મૃષાવાદે કહ્યું તમે ના કહેવાય? શું છે એ કાય?