________________
નરસુંદરી
૩૫
બાંધવામાં આવ્યું. રાજ્યની મહત્તા પ્રમાણે વિજા, પતાકા, કબાન અને રેશમી દુષ્યોના દરવાજાઓની રચના થઈ. રાજાશ્રીના બેસવાના આસને, સામંતવ, મહામંત્રી, સેનાપતિ, નગરશેઠ, ગુપ્તિપાલ વિગેરેના પણ આસને ગ્યતા પ્રમાણે ગોઠવવામાં આવ્યા.
કળાચાર્ય શ્રી મહામતિને પણ આમંત્રણ આપવામાં આવેલું. એમને માટે પણ એક વિભાગ રાખવામાં આવેલ.
નિયત દિવસે સભામંડપમાં રાજાએ, અધિકારી વર્ગ, નગરના વડા નાગરીકે, સામાન્ય નાગરીકે, નારીઓ ઉપસ્થિત થયાં. શ્રી કળાચાર્ય મહામતિ પણ સમયસર પિતાના વિદ્યાથી રાજકુમારની સાથે આવી પિતાનું સ્થાન સંભાળ્યું.
હું પણ મારા મિત્ર પુણ્યદય શૈલરાજ અને મૃષાવાદ સાથે સભામંડપમાં આવ્યો અને નિયત કરેલા પિતાજીના સમીપના આસને બેસી ગયે.
મારે પૂરા મિત્ર પુણ્યદય મારા અસત્ય આચાર વિચાર અને અભિમાનના કારણે ઘણે નારાજ રહેતે હતે. મારી ચિંતાના કારણે એ દુબળ, શ્યામ, નિસ્તેજ અને મંદપ્રભાવી બની ગયું હતું.
પૂ. પિતાજીએ કળાચાર્યને સંકેત કરી પિતાની બાજુમાં બોલાવ્યા અને શ્રી નરકેશરી રાજાના પધારવાનું કારણ જણાવ્યું.
કુમારી શ્રી નરસુંદરીની પ્રતિજ્ઞા અને મારી પરીક્ષાની વાત પણ જણાવી દીધી.