________________
પ્રકરણ બીજું
નરસુંદરી
“શેખરપુર” નામનું નગર હતું. શ્રી નરકેશરી” મહારાજાની વિજયપતાકા ફરકતી હતી. શ્રી “વસુન્ધરા” નામે મહારાણી હતા, એમને નવનીતના પુજસમી “નરસુંદરી પુત્રીરત્ન હતું.
કળાઓને શ્રેષ્ઠ અભ્યાસ કરી યૌવનના આંગણામાં પગ મૂળે ત્યારે નરસુંદરીએ પ્રતિજ્ઞા કરી કે “જે રાજકુમાર કળાએામાં મારા કરતાં વધુ શ્રેષ્ઠ સાબિત થશે, એ પુણ્ય પુરૂષની જીવનસહચરી બનીશ. એ મારી મનોકામના પૂર્ણ નહિ થાય તે જીવનપર્યત કૌમાર્યવ્રતનું પાલન કરીશ.”
માત તાતના ખ્યાલમાં આ પ્રતિજ્ઞાની વાત આવી ત્યારે એએ ઘણું ચિંતિત બની ગયા. પુત્રીની સમકક્ષાએ કળા અભ્યાસમાં કેઈ કુમાર આવી શકે તેમ નથી તે એના કરતાં વધુ કુશળ ક્યાંથી હોઈ શકે? પુત્રીની કઠેર પ્રતિજ્ઞા કેમ પુરી થશે?
“વિદ્યા અભ્યાસમાં ઘણે પ્રગુણ છું' એ જનવાયકા શ્રી નરકેશરી નૃપતિના સાંભળવામાં આવી. એમના મનમાં વિચાર આવ્યું કે મારી કેતકી જેવી કન્યા માટે શ્રી વિપુદારણે રાજકુમાર કદાચ સુગ્ય હશે.