________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
એમ પિકાર કરતી મારા માતાજી વિમલમાલતી દેડી આવ્યા અને મારા શરીરે વળગી પડ્યા.
સમય જોઈ પિતાજીએ સભાને ઉદ્દેશી જણાવ્યું “મારા સ્નેહી સજજને ! આજે કુમારશ્રીનું શરીર અસ્વસ્થ છે. એને અચાનક કેઈ વ્યાધિએ ઘેરી લીધું છે. એટલે પરિક્ષાનું કાર્ય આગળ ઉપર રાખવામાં આવે છે. આપ સૌ અત્ર પધાર્યા એ બદલ ધન્યવાદ આપું છું અને આપ સૌ સમાનભેર જઈ શકે છે” એમ જણાવી સભા વિસર્જન કરવામાં આવી.
પિતાજીની આજ્ઞા થતાં સૌ વિખરાય ગયા.
નગરના ચૌટે અને ચેરે, ખૂણે ખાંચરે અને જાહેરમાં બધે જ એક જ વાત બોલાવા લાગી. વાહ કુમારનું પાંડિત્ય? વાહ એની બોલવાની છટા ? ખરી પરીક્ષા થઈ ! આપણા રાજાના કુંવર જેવું કેણુ ભણેલું હશે ? આજ સુધી સૌને ઠીક મૂરખ બનાવ્યા. જબરે નિકળ્યો માળો.
આ રીતે ખુલ્લંખુલ્લા બેલતા, પેટ પકડીને હસતા અને અતિ ખૂશી થતા હતા. લજજાળપણે પિતાજીએ નરકેસરી મહારાજા અને કળાચાર્યને વિદાય આપી. નરકેશરી પિતાના આવાસે ગયા અને કળાચાર્ય પિતાની શાળાએ પધાર્યા.
નરકેશરી રાજાએ વિચાર કર્યો કે જે પરીક્ષા કરવાની હતી તે થઈ ગઈ. કુમારમાં કાંઈ કૌવત કળયું નહિ. એની કીર્તિ જે સાંભળી તે મૃગજલ જેવી બનાવટી હતી. આપણે વધુ રોકાણ કરવું તે ઉચિત નથી, આવતી કાલે જ પ્રયાણ કરી જઈશું.