________________
રિપુદારણ અને શિલરાજ
૩૧ તકરારની વાતને હવામાં ફગાવી દીધી મુશ્કેલીથી પ્રાપ્ત થાય એવી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આવી કુશળતા તે કયાંથી શીખ્યો?
મૃષાવાદે જણાવ્યું સાંભળ.
“રાજસચિત્ત” નગરના “રાગકેશરી મહારાજાને “મૂઢતા નામના મહારાણી છે. એમને “માયા” નામની પુત્રી છે. એ માયા સાથે મારો પરિચય થયો. અમારી પરસ્પર પ્રીત થઈ. અમારી મમતા ઘણી વધી ગઈ અને મેં એણને પ્રિય બહેન તરીકે સ્વીકારી. એ બહેનના ઉચ્ચ શિક્ષણના પ્રતાપે મારામાં આવી કૌશલ્યશક્તિ પ્રાપ્ત થઈ છે.
એ માયાને મારા ઉપર ઘણે જ પ્રેમ છે. મારો વિરહ એ સહન કરી શકતી નથી. હું જ્યાં જાઉં ત્યાં સાથે જ આવે. મારા શરીરમાં ગુપ્ત પણે સદા રહેતી હોય છે.
મેં કહ્યું, મિત્ર! માય બહેનના મને પણ દર્શન કરાવ. અવસર આવે જરૂર દર્શન કરાવીશ. એમ મૃષાવાદે કહ્યું.
ત્યાર બાદ વેશ્યાઓના પણ્યાગારમાં, દારૂના પીઠામાં, ઘતકારોના વૃતગૃહમાં સ્વતંત્ર રીતે આવજા કરવા લાગ્યું. મારા દુર્ગુણે પણ વધતાં ચાલ્યાં. ઘટવાને સંભવ ના રહ્યો.
વળી મૃષાવાદના જોરે નગરજનમાં એવું જુઠાણું ફેલાવ્યું કે હું સારી રીતે કળાભ્યાસ કરું છું. કળાઓમાં નિષ્ણાત બની રહ્યો . મારો બધે સમય વિદ્યાના વ્યાસંગમાં જ વીતે છે. પૂપિતાશ્રીને પણ મુખ દેખાડવું બંધ કર્યું. આ રીતે બરોબર બાર વર્ષ પસાર કર્યો.