________________
૩૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
અને કાષાધ્યક્ષને તરત ખેલાવી આજ્ઞા કરી કે “ મહામતિ કળાચાર્યની શાળાને ધન, ધાન્ય, સુવણુ અને અન્ય જોઇતી સાધન સામગ્રીઓથી ભરપૂર કરશે. કળાભ્યાસ માટે મારા પુત્રને ઘણા સમય મળે અને અહીં આવવાની આવશ્યકતા ન રહે. અભ્યાસમાં અવરોધ ઉભા ન
""
થાય.
કાષાધ્યક્ષે રાજાશ્રીની આજ્ઞાના અક્ષરશઃ અમલ કર્યો. મહામતિ કળાચાર્યંના મનમાં થયું કે જો હું પુદારણની ઉદ્ધતાઈ અને શાળાત્યાગ સંબધી વાત રાજાજીને જણાવીશ તા એમને ઘણું દુઃખ થશે. હાલમાં મૌન રાખવું ઉત્તમ જણાય છે. આવા વિચારથી પિતાજીને મારા વર્તનની વાત ન કરી.
તાતપાદે મને ફરી જણાવ્યું. વત્સ ! આજથી તું કળાચાના ઘરે જ રહેજે. બહુ ખંત ઉત્સાહ અને શ્રમથી ભણુજે. જે ભણ્યા છે એનું પુનરાવર્તન કરતા રહેજે. નથી ભણ્યા એનું શિક્ષણ લેજે. તારે મારી ચિંતા કરવી નહિ. મને મળવા માટે પણુ ન આવીશ. હું તારી ખખરઅંતર પૂછાવી લઈશ. ત્યાંજ રહેજે અને ખતથી ભણુજે.
•
,,
“ હું આપની આજ્ઞા મસ્તકે ચડાવું છુ. એમ કહી ત્યાંથી રવાના થયા.
પિતાજી પાસેથી રવાના થઇ પ્રિય મિત્ર મૃષાવાદ પાસે ઉતાવળે ઉતાવળે ગયા અને પૂછ્યું.
અરે મિત્ર ! તું તે ભારે હેાંશિયાર છે ? કયા અધ્યાપકના અધ્યયનથી તારામાં આવી કુશળતા આવી છે ? તારી ચતુરતાના પ્રતાપે મેં પિતાજીને રાજી રાજી કરી દીધા. કળાચાય સાથેની