________________
૨૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
શ્રી મહામતિ કળાચાર્ય વિનયી રાજકુમારે પ્રતિ બોલ્યા.
હાલા વિદ્યાર્થીએ ! અભિમાની અને અસત્યભાષી પાપાત્મા રિપુદારણ આપણું પાઠશાળા તજી ચાલ્યા ગયા છે. એના જવાથી આપણને સૌને શાંતિ થશે, પણ એક વાત વિચારણીય થઈ પડે છે.
આપણા મહારાજાને રિપુદારણ ઉપર ઘણે વધુ પડતું નેહ છે. જગતમાં કહેવત છે કે “નેહી હોવાનું ન .” નેહી વ્યક્તિ જેના ઉપર સનેહ ધરતા હેય એના દે જોઈ શકતા નથી. એટલું જ નહિ પણ નિગુણશેખર હોય છતાં ગુણશીલ માનતા હોય છે. એટલે આપણા ઉપર સાધારણ આપત્તિની સંભાવના રહી શકે.
રિપુદારણને કાઢી મુકવાના સંબંધમાં મહારાજા તમને કાંઈ પૂછે તે તમારે મૌન રાખવું. હું એગ્ય સમાધાન કરી લઈશ. તમારે જરા પણ બીવું નહિ અને બેસવું પણ નહિ.
જેવી આપની આજ્ઞા” એમ જણાવી કુમારએ કળાચાર્યના વચનેને માન આપ્યું. પિતાજીની સાથે પ્રપંચ:
અપમાનિત થયેલે હું શાળાએથી નીકળી પિતાજી પાસે આવે, પિતાજીએ મને ઉમળકાભેર આવકાર આપે અને પૂછયું. વત્સ રિપદારણ! તારે શું અભ્યાસ ચાલે છે ?
પિતાજીને મેં જણાવ્યું. તાતપાદ! ભાષાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂમિતિ, ખગોળવિદ્યા, ભૂસ્તરશાસ્ત્ર,