________________
રિપુકારણ અને શિવરાજ કાબુ પ્રાપ્ત કરી શકાય છે, પણ અસત્ય ભાષીને કેઈ કાળે સુધારી શકાતા નથી.
આ રિપુદારણ ઉદ્ધત, અભિમાની અને ધૃષ્ટ છે. એટલું જ નહિ પણ મહાઅસત્યવાદી છે. એને મારી શાળામાં રાખો યોગ્ય નથી. આ વિચાર કરી કળાચાર્યે મને બેલા અને જણાવ્યું.
હે કુમાર ! તારે અવિનય કરે, ઉદ્ધતાઈ કરવી અને અસત્ય બોલવું એ ઉચિત નથી, ઉદ્ધત વિદ્યાર્થીઓને મારી શાળામાં હું રાખવા ઈચ્છતું નથી. તું ઉદ્ધતાઈ કરે અને બીજાઓને પણ બગાડે એ ન પાલવે. તારે અહીં રહેવું હશે તે શૈલરાજ અને મૃષાવાદ એ બંને મિત્રોનો ત્યાગ કરે પડશે. જે તારે એમની મિત્રતા ન જ છોડવી હોય તે આ શાળામાં પગ ન મૂકે. કાલથી તારે અહીં અધ્યયન માટે આવવું નહિ.
આ શબ્દ સાંભળતા મારે મીજાજ માઝા બહાર જતે રહ્યો. મેં કળાચાર્યને ચેપડાવ્યું. “ તું તારા બાપને રહેવા જગ્યા આપજે, અમારે તારી શાળાની શી ગરજ છે? નાલાયક ! તને હું જોઈ લઈશ.”
આ પ્રમાણે ધગધગતા અંગારા જેવા કઠેર શબ્દો દ્વારા કળાચાર્યને ઉધડો લઈ નાખે. ભારેખમ તિરસ્કાર કરી મુકો. સ્તબ્ધચિત્ત લેપનું મારા વક્ષસ્થળે વિલેપન કર્યું. મારી છાતી પહોળી અને કઠણ બની ગઈ. ઉચે તિરસ્કારથી જેતે, ધબ ધબ કરતે અભ્યાસગૃહની બહાર નિકળી ગયે.