________________
રિપદારણ અને શૈલરાજ
૨૯
સમાજરચનાશાસ્ત્ર, શરીર ચિકિત્સા, ત્રણચિકિત્સા, શસ્ત્રવિદ્યા, ધનુર્વિદ્યા, ગવિદ્યા, ચિત્રકળા, સંગીતકળા, નૃત્યકળા, વાઘકળા વિગેરે દરેક કળાએ હું પહેલાંથી જ જાણતે જ હતે.
છતાં આપના આગ્રહથી શ્રી મહામતિ કળાચાર્ય પાસે જઈ એ કળાઓમાં વધુ પ્રગુણતા મેં મેળવી છે. આ વિશ્વ સ્પર્ધામાં મને મૂકવામાં આવે તે બીજે કઈ મારે સમેવડીયો નિકળે એ શક્ય નથી.
છલ પ્રપંચ ભરી મારી વાત હતી, છતાં મધુર હતી એટલે પૂ. પિતાજી ખૂબ પ્રસન્ન બન્યા. મારી પીઠ થાબડી મને ધન્યવાદ આપતાં જણાવ્યું. તારે પરિશ્રમ ઘણે આવકારદાયક છે. મારું હૃદય કદંબ પુષ્પની જેમ આનંદથી ખીલી ઉઠયું છે. પરંતુ એક વાત તું હજુ ધ્યાનમાં લે.
પિતાની ઉન્નતિની અભીસા રાખનાર માનવીએ ઉચ્ચ કેટિને કળાભ્યાસ કર્યો હોય તે પણ વિદ્યાના વિષયમાં સંતેષ ન માનવું જોઈએ. વિદ્યા, ધ્યાન અને પેગ જેટલા વધારવામાં આવે અને સ્થિર, સુદઢ કરવામાં આવે તેટલા વધુ લાભપ્રદાયક બનતા હોય છે.
હાલા વત્સ ! તેં જે કળાઓને અભ્યાસ કર્યો છે એને વધુ સ્થિર કર અને જે કળાઓને અભ્યાસ બાકી છે એનું શિક્ષણ લઈ અમારા અંતરને આનંદિત કર.
વિનય દેખાડતાં મેં કહ્યું “જેવી આપની આજ્ઞા.” કમલાનને ! મારા ઉત્તરથી તાતપાદ ઘણુ પ્રસન્ન બન્યા