________________
રિપુકારણ અને શૈલરાજ
૧૫
મારું તેજ, મારે પ્રભાવ, મારું જ્ઞાન, મારા સવાદિ ગુણે, આ બધું બીજે ક્યાંય જોવા મળે તેમ નથી. ત્રણ લોકમાં જે ઉત્તમ વરવા ગુણે હતા અને જે શક્તિઓ હતી. તે સૌએ મને ઉત્તમ માની મારામાં જ આવી વાસે કર્યો છે. ' અરે! વિશ્વમાં સર્વોત્તમ ગુણયલ હું જ છું. મારે વળી કઈ વંશે હોય ખરા? મારે વળી પૂજ્ય કોણ? વિશ્વના બધા પ્રાણી માટે હું શિરસાવંદ્ય અને પૂજ્ય છું. સૌ મારા કરતા નાનેરા છે અને હું સૌને વડેરે છું.
વળી જેને વડભાગી શૈલરાજ જેવાની મિત્રતા કરવાનું પુણ્ય લાગ્યું હોય, એનું તે પૂછવું જ શું? મારા અને મારા મિત્ર શિલના ગુણે કેણ ગાઈ શકે તેમ છે ?
આવી જાતના અભિમાનને ઉત્તેજિત કરનારા વિચારોમાં મસ્ત રહેવાના કારણે મારું મસ્તક આકાશના તારા દેખનારની જેમ ઉંચુને ઉંચુ રહેવા લાગ્યું. નીચે જોઈ ચાલવું એ તે નમાલાનું કામ, એમ હું માનતે થયે. મદઝરતાં ગંધહસ્તિની જેમ હું સ્વૈર વિહારી બની ગયો. પવનની જેમ જ્યાં ઈચ્છા ત્યાં વિહરી શકતે.
અભિમાનના પ્રતાપે મમતામૂર્તિ માતાને વાંદતે નહિ. પૂજ્યપાદ પિતાજીને પ્રણામ કરતે નહિ. પરંપરાગત લૌકિક દે અને કુળદેવીઓને નમસ્કાર કરતે નહિ. વંદનીય
૧ ગંધહતિ. જે હાથીના ગંડસ્થલમાંથી સદા મદ ઝરતો હોય અને એ મદની સુગંધના લીધે બીજા હાથીઓ ભયભીત બની જાય અને એમને મદ ઉતરી જાય, આવા હાથીને ગંધહસ્તિ કહેવાય છે.