________________
રિપદારણ અને શિલરાજ
સામું જેતે ન હતું. આથી હું વધારે સન્માન મેળવવા લાગ્યો અને લોકે મને ખૂકી મૂકી નમવા લાગ્યા.
મિત્ર શૈલના વચનમાં મને વિશ્વાસ તે હતે જ, પણ શીવ્ર પ્રભાવી લેપના કારણે મને વધુ શ્રદ્ધા થઈ. લેપની શક્તિથી હું પ્રભાવિત બન્યો અને વારંવાર એને ઉપગ કરવા લાગ્યા. મૃષાવાદ સાથે મિત્રી :
એક દિવસે હું અંતરંગ પ્રદેશના “કિલષ્ટમાનસ” નામના નગરે જઈ પહોંચ્યા. ત્યાં અવગુણની સાક્ષાત્ મૂર્તિ સમા “દુષ્ટાશય” રાજા રાજ્ય ચલાવી રહ્યાં હતા. વિશ્વમાં એવો એક પણ અવગુણ નહિ હોય કે જે આ રાજવીમાં ન જડે.
આ દુછાશય રાજાને પોતાના સમાન સ્વભાવ અને ગુળવાળી “જઘન્યતા” નામની પટરાણ હતી, અને “મૃષાવાદ” એમને લાડકવાયે પુત્રરત્ન હેતે.
મૃષાવાદ મારા જેવામાં આવ્યો. એની સાથે શાઠય, દૌજન્ય વિગેરે મિત્રો હતાં, કે જે નમ્રતા, સરલતા અને સજજનતાના કટ્ટર વિધિ હતા.
દુષ્ટાશય રાજા અને મૃષાવાદે મારું સન્માન કર્યું, હું એમના આચરણથી ખૂશ થઈ ગયે. એ લેકેના મહેમાનગીરીની મજા માણવા થોડા દિવસ ત્યાં જ રહી ગયે. મૃષાવાદનું મિલન વારે ઘડી થતું અને અમારામાં પ્રેમ અંકુર ખીલી નીકળ્યાં. એક દિવસે અમે મિત્રતાગ્રંથીથી જોડાઈ ગયા.