________________
૨૪
ઉપમિતિ કથા સદ્ધાર અને ગુણશીલ બનાવવાનો પ્રયત્ન કર્યો. આટલા દિવસો મેં કુમારને સુધારવામાં ગાળ્યા પણ હવે સમય બગાડ સર્વથા અયોગ્ય છે. કુમાર કઈ રીતે કહ્યાગરે અને વિનયી બને એ શકય નથી.
આવા વિચારોના પરિણામે કળાચાચે મને ભણાવવામાં આદર અને શ્રમ ઓછા કરી નાખ્યા. રસ્તાના રેઢા પથરા જેવી તુચ્છ કિંમત મારી ગણાવા લાગી. બહારથી મારા પ્રતિ ઉપેક્ષાભાવ દેખાડતાં અને અંતરમાં નારાજી ભરાઈ ગએલી જણાતી હતી.
એએ અતિ ગંભિર અને શાણા વ્યક્તિ હતા. દીલનાં ગંભિર સાગર સમા હતા. પિતાજીની શરમ અને છાયા એમને નડતી હતી. એટલે મારા તરફના અણગમાને મુખના વિકારો દ્વારા કે વાણીને ઉરચાર દ્વારા પ્રગટ કરતા ન હતા. કળાચાર્યનું અપમાનઃ
એક દિવસે કાર્ય પ્રસંગે કળાચાર્ય બહાર ગયા હતા. એમની ગેરહાજરી જોઈ હું કળાચાર્યના આસન ઉપર બેસી ગયે.
સહાધ્યાયીઓએ મને જણાવ્યું. અરે રાજકુમાર ! આ આપણું વિદ્યાગુરુનું આસન છે. આપણા માટે એ પૂજ્ય અને બહુમાન કરવા યોગ્ય છે. એના ઉપર બેસવાથી અવિનય થાય, પાપ લાગે અને વિદ્યા ન આવડે.
મેં તરત જ જડબેસલાક ઉત્તર આપ્યું. અરે મૂખએ ! તમે મને હિતશિક્ષા આપનારા કેણ? આ વિનયના પાઠ