________________
રિપુઠ્ઠારણ અને રોલરાજ
૨૩
n
મહામતિ કળાચા મને આદર અને પરિશ્રમ પૂર્વક કળાઓના અભ્યાસ કરાવવા લાગ્યા. મોટા રાજવીના પુત્ર અને રાજાની નમ્ર ભલામણ એટલે બીજા કરતાં મારા પર વધુ ધ્યાન આપતા.
વાદળ દળ વારિનિધિ પાસેથી જળ મેળવે તેમ અન્ય વિનીત રાજકુમારે કળાસમુદ્ર કળાચાય પાસેથી કળાઓની કેળવણી લેતા હતા.
કળાચાર્યું મારા પ્રતિ વધુ ધ્યાન આપી કળાભ્યાસના પ્રયત્ન કરતા, તેમ તેમ મારી મિત્રતા શૈલરાજ અને મૃષાવાદ સાથે વધુ વિકસિત થયે જતી. અભિમાનના કારણે જાતિ, કુળ, ઐશ્વર્યાં, રૂપ વિગેરે ખાખતામાં કળાચાર્યનું અપમાન કરતા અને બધા વચ્ચે ઉતારી પાડતા. મારા કરતા ઘણા તુચ્છ એમને માનતા, શબ્દોની ઝડી વરસાવી ઉપાધ્યાયને નિરૂત્તર બનાવી દેતા.
મારી ઉદ્ધતાઇની પરાકાષ્ઠા જોઈ કળાચાર્ય વિચાર કર્યો કે આ રિપુઢારણુ મહાપાપાત્મા છે. શાસ્ત્રાભ્યાસની આમાં જરાએ ચેાગ્યતા જણાતી નથી. સન્નિપાતના રાગીને અમૃત સમુ દૂધ પાવામાં આવે તે એ દૂધ એના રોગમાં ઘણા જ વધારા કરી મૂકે, તેમ શાસ્ત્રાભ્યાસ રિપુઢ્ઢારણના અભિમાન દોષને વધારે વધારનાર બનશે.
શ્વાનનું પુચ્છ કદી સીધુ ના બને તેમ આ કુટિલ કુમાર કદી નમ્ર મનવાનેા નથી. હું સેંકડો નહિ પણ લાખા પ્રયત્ન કરૂં તા પણ કળાભ્યાસ કરશે નહિ. શ્વાનપુચ્છની જેમ સદા વક્ર જ રહેશે.
મહારાજાશ્રીના નમ્ર આગ્રહના કારણે મેં કુમારને વિદ્વાન