________________
ઉપમિતિ કથા સારદ્વાર
મારાથી કદાપી નહિં બને. કળાચાર્યને વિનય મારી માના લેહી બરાબર છે.
પિતાજી કળાચાર્યને એકાંતમાં લઈ ગયા અને જણાવ્યું. આર્ય! મારે પુત્ર ઘણું જ અભિમાની છે. વિનય અને વિવેક એમાં જરાએ નથી. તેથી આપને વિનંતિ પૂર્વક જણાવું છું કે આપે એના અવિનય અને ઉદ્ધતાઈ પ્રતિ લક્ષ ન આપવું. તેમ જ મનમાં ઉદ્વેગ ન કર પણ દરેક કળાઓને સારી રીતે અભ્યાસ કરાવ.
વિનય વિવેકની પરિમલથી યુક્ત પિતાજીના વચનની મહામતિ કળાચાર્ય ઉપર ઘણી સુંદર છાપ પડી. એણે પિતાજીને શાંત સ્વરે જણાવ્યું કે “રાજેન્દ્ર ! જેવી આપની આજ્ઞા.” આપની ઈચ્છાને માન આપી હું કુમારને ભણાવવામાં પ્રયત્ન કરીશ. કુમારની ઉદ્ધતાઈ અને અવિનય ઉપર ધ્યાન નહિ આપું. આપ નિશ્ચિંત રહેજે.
કળાચાર્ય વિચારે છે કે આ કુમાર શાસ્ત્રના ભાવાર્થોને હજુ જાણતું નથી. રમતગમત અને ખેલકુદમાં વય ગુમાવી છે. નાદાનીયત અને કુલેલા ફુગ્ગા જેવા મિથ્યા અભિમાનથી ધમધમી રહ્યો છે, એટલે વિનય, વિવેક શૂન્ય અને ઉદ્ધતાઈ ભરેલા શબ્દ બોલે છે.
પરંતુ જ્યારે શાસ્ત્રાભ્યાસ કરશે અને ચાલાક તેમ જ ચતુર બનશે ત્યારે સ્વયમેવ અભિમાનને ફગાવી વિનયશીલ નમ્રતાને પુંજ બની જશે.
આ જાતને મનેમન નિશ્ચય કરીને નિર્મળ હદયી શ્રી