________________
ઉપમિતિ કથા સારાદ્વાર
અજ્ઞાનના આવરણ તળે દખાએલા હું કિલષ્ટમાનસ નગર, દુષ્ટાશય રાજા, જઘન્યતા રાણી, મૃષાવાદ પુત્ર વગેરેના સત્ય સ્વરૂપને ન પીછાણી શકયા. મને તે એ બધા ઘણાં સજ્જન, મળતાવડા અને માયાળુ જણાયા.
૨૦:
મમતાળુ મૃષાવાદ સાથે મારે એવી મિત્રતા થઇ કે જાણે ભાર'ડની પ્રીતિ. અમારાં શરીર નાખા પણ આત્મા એક. આવું દૂધ સાકર જેવું અમારૂં' જીવન બની ગયું.
નવા મિત્ર મૃષાવાદને સાથે લઈ હું મારા નગરે આવ્યે. મને નવા મિત્રથી ઘણા આનંદ હતા. મનફાવતી રીતે વર્તવા છતાં કાઇની મને રોક ટોક ન હતી.
બધાની સામે ગમે તેવું કાય કરૂ છતાં નવા મિત્રની બુદ્ધિથી હું અકાય સંતાડી રક્ષા મેળવતા. આંતરધૃષ્ટતા મે સારી કેળવી લીધી. મહાલયકર અપરાધ કરીને પણ કબુલાત ન કરવી એ મારે મન રમત હતી. તેમ ગૂનાએ કરવા એ પણ રમત બની ગઇ.
અરે ! એટલું જ નહિ પણ ઘણીવાર જાતે ગૂના કરીને એના આરેાપ ખીજા ઉપર પણ સહેલાઈથી પધરાવી દેતા અને હૃદયમાં હસતા રહેતા. જોયુંને ભાઈસાહેબને કેવા ફસાવ્યા ? એમ કહી મનમાં મલકાતા.
વધારે પડતું મૃષાવાદનું આલંબન લેવાથી અને ખીજાએ ઉપર ખાટા દોષોનું આપણુ કરવાથી કેાઈવાર હું પણુ મુશ્કેલીમાં મુકાઈ જતા. મારે માથે પશુ આપત્તિની શ્યામ વાદળી ઘસી આવતી, છતાં પુછ્યાયના રૂડા પ્રતાપે આપત્તિ