________________
૧૮
ઉપમિતિ કથા સારોદ્વાર
પુરૂષા પણ દુર્ગુણી દેખાય અને ગુણશીલ આત્માઓને ૬ણીમાં પણ ગુણેા જ દેખાતા હોય છે. ”
આપ સજ્જન રાજકુમાર છે. એટલે ગુણહીન મારામાં પણ ગુણા જણાયા. એક સાધારણ વ્યક્તિ ઉપર આપની આ વિશાળ કૃપાદૃષ્ટિ થઈ એટલે કઇક ધીદ્રો બનીને આપને વિનંતિ કરવા ઈચ્છુ છું. મને શ્રદ્ધા છે કે કુમારશ્રી મારી વિનંતિના સ્વીકાર કરશે.
પ્રિય કુમાર! મારી પાસે “ સ્તબ્ધચિત્ત ”૧ નામના એક લેપ-ઔષધ છે. મે' મારી જાતદેખરેખ હેઠળ એ બનાવી રાખ્યા છે. એ લેપમાં અર્ચિત્યશક્તિ રહેલી છે. આપ એ લેપમાંથી સ્હેજ છાતી ઉપર લગાવીને ખાત્રી કરી જોશેા, આપને તરત પ્રભાવ દેખાઈ આવશે. પછી આપને એની શક્તિ અને પ્રભાવ વિશે પૂછવાનું રહેશે નહિ. આપ એકવાર છાતી ઉપર લગાવી અનુભવ કરી જીવે.
મે કહ્યું
“ જેવી મિત્ર શૈલની મરજી.
""
શૈલરાજે મને લેપ આપ્યા અને એના કહેવા મુજબ મે' મારા વિશાળ વક્ષસ્થલ ઉપર લેપ લગાન્યા.
લેપ લગાવતાંની સાથે જ એની અસર ચાલુ થઈ ગઈ. મારી છાતી ધમણની જેમ ફુલવા લાગી. થેાડીવારમાં હું વધુ અડ ખની ગયા. શૂળી દીધેલા માનવીની જેમ હું કાઇની
૧ તચિત્ત જે લેપ લગાવવાથી માનવીનું કામળ હૃદય સ્તબ્ધ-શૂન્ય જેવું બની જાય, અભિમાન વધતાં માનવીના હૃદયની કુણુાશ જતી રહે છે અને હૃદય પાષાણુ તુલ્ય કઠાર થતું હાય છે.