________________
શ
રિપુકારણ અને શિલરાજ માંથી હેમખેમ બચી જતો. મુકેલીઓને મુકાબલે કરે પડતું ન હતું.
હે સુલોચને ! શૈલરાજ અને મૃષાવાદના સંસર્ગના પ્રતાપે | મારું વર્તન માતેલા આખલા જેવું ઉદ્ધત અને પાડા જેવું
સ્વછંદ બની ગયું. એ રીતે મિત્રોની સાથે આનંદ પ્રદ કરતાં મારી વય અધ્યયનને યોગ્ય થઈ. કળાચાર્ય સાથે ઉદ્ધત વર્તન :
પિતાજીએ મને અધ્યયન કરાવવા માટે “મહામતિ” નામના કળાચાર્યને સન્માનપૂર્વક બોલાવ્યા. “ શાલાગમન ” ઉત્સવ કરી મને કળાચાર્યને સેપવામાં આવ્યું.
પિતાજીએ મને હિતશિક્ષા આપતા જણાવ્યું. હે વત્સ આ તારા ગુરૂદેવ છે. તારા જ્ઞાનદાતા કળાચાર્યું છે. તે એમના ચરણમાં નમસ્કાર કર. શિષ્યપણાને સ્વીકાર કરી એમને વિદ્યાર્થી બની રહેજે.
અભિમાનથી મેં પિતાજીને ઉત્તર આપ્યો. અરે ! પિતાજી આપ ઘણાં ભેળા લાગે છે. આપે આવી શીખામણ મને આપવી એગ્ય જણાય છે ? આ બિચારે કળાચાર્ય મારા કરતાં શું વધારે જાણે છે? શું એ મને ભણાવવાનું હતું ? સામાન્ય માનવીઓને અને મૂખઓને એ ભલે ગુરૂ બને, પણ મારે માટે તે ગુરુ થવા લાયક ક્યાં છે? શાસ્ત્ર ભણવાની દષ્ટિથી હું કદી પણ એના ચરણોમાં ઝૂકી નમસ્કાર કરવાને નથી.
તમારા બધાને ઘણે આગ્રહ છે, એટલે હું કળાઓને અભ્યાસ કરવા કળાચાર્ય કને જઈશ પણ કળાચાર્યને વિનય