________________
૧૪.
ઉપમિતિ કથા સારદ્વાર
ક
હું પાંચ વર્ષને થયે ત્યારે અષ્ટમસ્તકધારી શૈલરાજ મારી નજરે આવ્યા. અનાદિ કાળથી મને શૈલરાજ ઉપર પ્રેમ હતું. એને જોતાં જ પ્રેમના મૂચ્છિત સંસ્કારે પલ્લવિત થઈ ગયાં. જેવા માત્રથી હું શૈલરાજ ઉપર એ પ્રેમાળ બની ગયે કે એની પ્રતીતિ માટે મારી પાસે કોઈ શબ્દ નથી.
સાનમાં સમજનારે શાણે શૈલરાજ સમજી ગયે કે રિપુ. દારણને મારા ઉપર પ્રીતિ થઈ છે. દુષ્ટ આશય વાળે તે કૃત્રિમ પ્રેમ દેખાડતે બે હાથ પહોળા કરી મને જોરથી ભેટી પડ્યો.
મને વિચાર આવ્યું કે આ શૈલરાજ કે ચતુર છે? સામા વ્યક્તિના હૃદયના ભાવેને જાણવામાં કેટલે કાબેલ છે? આની પ્રીતિ કેવી અનહદ અને નિખાલસ છે? શૈલ મારે મિત્ર થાય છે ?
આવા વિચારને અત્તે મેં શૈલરાજ સાથે મિત્રતા કરી. અમે બને લંગોટીયાં બાળમિત્ર બન્યા. અમે હવે સાથે જ રમતા, ખાતા, પીતા, હરતા ફરતા અને મેજ મજા માણતાં. આ રીતે અમારી મિત્રતા પાંગરતી ગઈ. શૈલરાજને પ્રભાવ :
શૈલરાજની મિત્રતાના કારણે મારા અંતરમાં વિવિધ ભાતિના વિચાર તરંગે તરવરવા લાગ્યા. - ઓહ! મારી જાત-ભાત કેવી ઉચ્ચ છે? અરે! મારૂં કુળ કેવું ઉત્તમ છે? મારા વૈભવ તરફ જુ, છે કાંઈ કમિના ? અહાહા ! મારું રૂપ? અરે ભલભલેરી ભામિનીઓના અંતરને આકર્ષી લે અને મને મેળવવાની ઝંખના કરે.