________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
આ ઉ૫૨થી નિશ્ચિત થયું કે જ્ઞાનમાં સ્વ-૫૨નો પ્રતિભાસ થાય છે તે તો નિશ્ચય નામ વાસ્તવિકતા છે. તો પણ પ્રતિભાસ માત્રથી પણ કાર્ય સિદ્ધિ થતી નથી. આગમમાં જેને સ્વ-૫૨ પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ કહ્યો તે જ્ઞાન પર્યાયનું પ્રમાણ હોવાથી તેમાં જ ભેદજ્ઞાનની સૂક્ષ્મ પ્રજ્ઞા પટકવાની છે.
શ્રી સમયસાર ગાથા-૧૫ માં આચાર્યદેવે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ શેયાકાર જ્ઞાનના તિરોભાવની વાત કરી. એકાન્તે ૫૨નો જ પ્રતિભાસ થતો હોત તો પણ આવિર્ભાવ તિરોભાવની જરૂરત નથી. એકાંતે સ્વનો જ પ્રતિભાસ થતો હોત તો પણ આ પ્રોશેસની જરૂરત પડતી નથી. શેયો નથી જણાતાં તો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય છે અને જ્ઞેયો જણાય છે તો સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થાય છે. ૫૨ના પ્રતિભાસને તિરોભાવ ક૨વાના બદલે- હું ૫૨ને જાણું છું તેમ માન્યતા સેવીને ૫૨ના પ્રતિભાસનો આવિર્ભાવ કરે છે તો તેને જ્ઞાયક તિરોભૂત થાય છે. જ્યારે વિશેષ શેયાકા૨ જ્ઞાનનો તિરોભાવ થાય ત્યારે જ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય છે. સ્વાનુભૂતિના કાળે પણ ૫૨ પદાર્થોનો પ્રતિભાસ ગૌણ થઈ અને ગર્ભિતપણે રહી ગયો અને સ્વનો પ્રતિભાસ ઉપયોગાત્મક થતાં શુદ્ધોપયોગ થઈ ગયો. દરેક સમયે આવી વસ્તુ સ્થિતિ અને પ્રત્યેક સમયે સાવધાની વર્તે છે તો ૫૨ના પ્રતિભાસના કાળે પણ પ૨માં એકત્વ થતું નથી.
46
સમયસાર ૯૨-૯૩ ગાથામાં કુંદકુંદાચાર્યદેવ કહે છે કે– ભેદજ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી રાગાદિનો કર્તા થાય છે. જ્યારે ટીકાકાર અમૃતચંદ્રદેવ કહે છે કે- રાગાદિનો કર્તા થતો નથી કર્તા પ્રતિભાસે છે, તેમાં તેમણે અકર્તાને સુરક્ષિત રાખ્યું. જો કર્તા થતો નથી તો અકર્તા પણ થતો નથી. સમ્યજ્ઞાન થયું તેમાં આત્મા અકર્તા છે તેમ પ્રતિભાસે છે. આ બન્ને વાતમાં મોટો તફાવત છે. જો એક સમય માટે કર્તા થયો તો પછી અકર્તા નહીં થાય, પરંતુ જેને કર્તા પ્રતિભાસે છે તેને અકર્તાપણું પણ પ્રતિભાસે છે.
જીવમાં જ્ઞાન પ્રગટ થાય છે અને પુદ્ગલની સત્તામાં રાગ પ્રગટ થાય છે. બન્ને સત્તામાં જ્ઞાન પ્રગટ થાય છેતેમ નથી અને બન્ને સત્તામાં રાગ પ્રગટ થાય છે તેમ પણ નથી. આ તો વસ્તુની સ્થિતિ છે. હવે પુદ્ગલથી રચાયેલા રાગનો ઉદય પુદ્ગલકર્મમાં
આવે છે અને જ્ઞાયકમાં પ્રતિ સમય જ્ઞાનનો ઉદય થાય છે. એ રાગનો જ્ઞાનની સ્વચ્છતામાં પ્રતિભાસ થાય છે, એ તો માત્ર પ્રતિભાસ જ છે તેમ ખ્યાલમાં ન આવતાં તેને એવી ભ્રાંતિ ઊભી થઈ કે- હું રાગી થઈ ગયો. અજ્ઞાનીનો આત્મા પણ રાગને કરતો નથી, કેમકે તેનો આત્મા પણ સામાન્ય સ્વભાવે તો અકર્તાપણે જ રહ્યો છે.
સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ માં કહ્યું કે- જ્ઞાયકભાવ સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં; “કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાન
66