________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૩૫
ઉપયોગમાં ક્રમ શા કા૨ણે છે?
[ ] ઈશ્વસ્થ જીવોને જ્ઞાનોપયોગ અને દર્શનઉપયોગમાં ક્રમ પડે છે અને એક ઉપયોગ અંતર્મુહૂર્ત કરતાં વધારે કાળ સ્થિ૨ ૨હેતો નથી પણ બદલી જાય છે. આ રીતે ઉપયોગ બદલવાનું અને તેના ક્રમ પડવાનું કારણ શું છે? કેવળજ્ઞાનીને શાન-દર્શન બન્ને ઉપયોગ સાથે જ હોય છે... અને તેમનો ઉપયોગ એક શેયથી બીજા જ્ઞેય ઉ૫૨ બદલતો નથી.
જ્યારે છદ્મસ્થને ઉપયોગ બદલે છે અને ક્રમ પડે છે તેનું કા૨ણ રાગ નથી પરંતુ જ્ઞાન-દર્શનનો પર્યાય જ ક્ષયોપશમભાવે છે તેથી તેમાં ક્રમ પડે છે અને ઉપયોગ બદલે છે. બા૨મા ગુણસ્થાને વીતરાગતા છે,ત્યાં રાગ ન હોવા છતાં ઉપયોગમાં ક્રમ તો પડે છે અને ઉપયોગ બદલે પણ છે. તેથી, રાગ હોય તો જ ઉપયોગ બદલેએમ નથી, પણ જ્ઞાન દર્શનનાં પરિણમનની અપૂર્ણતાને કા૨ણે ઉપયોગ બદલે છે. સાતમાથી બા૨માં ગુણસ્થાન સુધીમાં પણ ઉપયોગ બદલાય છે, શ્રુતજ્ઞાનનું અવલંબન છે અને વચ્ચે ઉપયોગ બદલતાં દર્શન ઉપયોગ પણ આવી જાય છે. (પૂ. ગુરુદેવશ્રીની રાજકોટ ચર્ચાતા. ૨૩/૧૧/૪૪, આત્મધર્મ અંક-૫૫ પેઈજ નં-૧૨૮ ) એક સમયે એક જ ઉપયોગ
[ ] સાધક દશામાં જ્ઞાનના ઉપયોગમાં બે પ્રકાર છે. (૧) જ્ઞાનધારા (૨) કર્મધારા જ્ઞાનધારા સ્વત૨ફનો ઉપયોગ. કર્મધારા ૫૨ ત૨ફનો ઉપયોગ.
સાતમા ગુણસ્થાને પ્રધાનપણે તો સ્વત૨ફનો ઉપયોગ (જ્ઞાનધારા ) હોય છે, છતાં ગૌણપણે કર્મધારા પણ વર્તે છે, કેમ કે કેવળજ્ઞાન નથી એટલે હજી સંપૂર્ણપણે સ્વ ત૨ફનો ઉપયોગ નથી. જો ઉપયોગ સંપૂર્ણ પણે સ્વમાં ઠરી જાય તો કેવળજ્ઞાન હોય પણ સાતમે કેવળજ્ઞાન નથી એટલે અધૂરાશ છે અને અધૂરાશ છે ત્યાં કર્મધારા સૂક્ષ્મપણે છે.
પ્રશ્ન- એક સ્વ તરફનો ઉપયોગ અને બીજો ૫૨ ત૨ફનો ઉપયોગ એમ બે ઉપયોગ એક સાથે હોઈ શકે?
ઉત્તર- ઉપયોગ એક સમયે એક જ છે, પરંતુ તે ઉપયોગ મિશ્રરૂપ છે; એટલે સ્વ તરફનો ઉપયોગ હજી પૂર્ણ નથી; તેથી અમુક ૫૨ ત૨ફ પણ છે. ૫૨ તરફનો તદ્ન ગૌણપણે છે, તેથી સ્વ તરફના ઉપયોગની મુખ્યતાથી ત્યાં સ્વ તરફનો જ ઉપયોગ કહેવાય છે. ખરી રીતે સાધકદશામાં મિશ્ર ઉપયોગ હોય છે. મિશ્ર ઉપયોગ કાં તો કેવળીને ન હોય અને કાં તો અજ્ઞાનીને ન હોય. કેવળીને સંપૂર્ણપણે સ્વ ત૨ફનો ઉપયોગ હોય અને અજ્ઞાનીને એકલો ૫૨ ત૨ફનો ઉપયોગ હોય, પણ સાધકને તો મિશ્રઉપયોગ હોય છે.
ન