________________
૩૪૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ કોઈ જીવને મા૨ી કે જીવાડી શકું એવું શેયમાં પણ નથી ને જ્ઞાનમાં પણ નથી. પંચપરમેષ્ઠી પણ જ્ઞાનના શેયમાં જાય છે ને શેય છે તે જ્ઞાનની ચીજ નથી. શેયાકારે જ્ઞાન પોતે પરિણમે એવો જ્ઞાનનો સ્વભાવ છે. વ્યવહા૨ રત્નત્રય શેય સમુદાયમાં જાય છે ને ભગવાન આત્મા જ્ઞાતા છે. પંચ ૫૨મેષ્ઠીથી માંડીને દુનિયા આખી ૫૨ શેય છે. એ ૫૨ શેયોમાં ભાગ પાડે કે આ મારાને આ તારા એ મિથ્યાષ્ટિ છે, કેમકે એ વસ્તુની સ્થિતિથી વિપરીત માન્યતા છે.
આહાહા ! આ બધોય સમુદાય તે જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. શરીરના આ ૨જકણોને તેની ભૂત-ભવિષ્યની પર્યાયો શેય ને હું જ્ઞાતા છું પણ આ શરીર મારું છે—એમ એ મારા તરીકે નથી, એ તો શેય તરીકે જ છે. ૫૨ શેયને આત્મા જ્ઞાતા એટલો માત્ર શેય જ્ઞાયકનો વ્યવહાર સંબંધ છે.
જગતમાં અનંત અનંત પદાર્થોને તેની પર્યાયો છે તેના આકારે—Àયાકારે જ્ઞાન પરિણમે છે. જો બધાને જાણવા આકારે પરિણમતો નથી તો તે એકને પણ જાણતો નથી. કેમકે જે બળવા યોગ્ય બધા પદાર્થોને ન બાળે તે અગ્નિ ન કહેવાય તેમ જાણવા યોગ્ય સમસ્ત જ્ઞેય સમુદાયને જાણવારૂપ પરિણમતો નથી તે એકને જાણવારૂપ પરિણમતો નથી.
બધા શેયો છે તે જ્ઞાનમાં નિમિત્ત છે ને જ્ઞાન તે બધાને જાણવા આકા પરિણમે એવો જ્ઞાનનો સ્વભાવ છે. જગતના છ દ્રવ્યો ને તેની ત્રિકાળિક પર્યાયો તે શેય છે ને તે જ્ઞાનમાં નિમિત્ત છે ને બધાને જાણવારૂપ પરિણમવું એ જ્ઞાનનો સ્વભાવ છે ને જ્ઞાનમાં નિમિત્ત થવું એ શેયનો સ્વભાવ છે. તેથી જો એ સમસ્ત શેયને ન જાણે તો જાણવારૂપ એકરૂપ સ્વરૂપ છે તેને પણ તે જાણતો નથી. બધાને જાણવારૂપે પરિણમે છે એ ચૈતન્યરૂપે પરિણમે છે, પોતાના સ્વાનુભવ પ્રત્યક્ષપણે પરિણમે છે.
પણ એવું જો પરિણમવું થતુ નથી તો એ આત્મા નથી. સમસ્ત શેયના પુર્ણ જ્ઞાનપણે પરિણમ્યો નથી એ આત્મા નથી.
(પ્રવચનસાર ગાથા-૪૮ ઉ૫૨ના પ્રવચનમાંથી ) [ ] ન્યાલભાઈએ દાખલો આપ્યો છે– અરીસાનો અરીસો છે એની પર્યાયમાં આ બધું ભાસે છે. એનું દળ જે રહે છે એ પર્યાયમાં આવતું નથી. આહા... હા ! એ પર્યાય જે છે એમાં ભાસે ને ? સર્પ, કોલસા, અગ્નિ, બરફ છે તો એની પર્યાય, એ પોતે નહીં પણ એ પર્યાયમાં ભાસે છે, પણ એ પર્યાયમાં આખું ચૈતન્યદળ આવ્યું નથી. કા૨ણકે આ તો પલટતી દશા છે અને પેલી તો એકરૂપ વસ્તુ છે. આહાહા ! એ પર્યાયમાં દળ નથી, દળ તો દળમાં છે. એનું જેને ભેદજ્ઞાન નથી એ બંધાણા છે એમ કહે છે.
( શ્રી સમાધિતંત્ર-શ્લોક-૭૮, તા૧૮/૭/૭૫, પ્રવચન નં.-૯૩ ) વિભાવ ૫રિણામ વખતે પણ હું તો સદાય નિર્મળ જ છું–
[] અરીસામાં જેમ પ્રતિબિંબ પડે છે એટલે કે જેવું સામે બિંબ છે તેવું અરીસામાં