________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
- ૩૮૯ શકે છે. પુણ્ય-પાપના રાગનું, સંયોગનું જોડાણ છોડી દઈને -લક્ષ છોડી દઈને શુદ્ધ, ચૈતન્યઘન, અનાકુળ આનંદ સ્વરૂપમાં જેણે જોડાણ કર્યું છે એવા ધર્મી જીવને પોતાથી પોતાનું વદન થાય છે. પોતે જ જ્ઞાતા થઈને પોતાને જ શેય બનાવે ત્યારે જ્ઞાન થાય છે. આત્મા પોતે જ પોતાથી જણાવા લાયક છે. જાણનારો પણ આત્મા અને જણાવા યોગ્ય પણ આત્મા પોતે છે માટે આત્મા પ્રમાણ સિદ્ધ છે.
એક સેકન્ડના અસંખ્યમાં ભાગમાં લોકાલોકને જાણનારો, શરીર પ્રમાણ, નિત્ય સુખ સ્વરૂપ એવો આત્મા પોતાના પ્રમાણ જ્ઞાનમાં પ્રમેય થાય છે. સ્વજોયને જ્ઞાનમાં લઈને જ્ઞાતા થવાનો આત્માનો વાસ્તવિક સ્વભાવ છે તથા લોકાલોકને જાણવાનો પણ આત્મામાં સ્વતઃ સ્વભાવ છે. લોકાલોક છે માટે જણાય છે એમ નથી. જાણવાનો આત્માનો સ્વતઃ સ્વભાવ છે. લોકાલોકના સ્વરૂપને જાણનારું આત્માનું જ્ઞાન સામર્થ્ય ન હોત તો આ લોકાલોક છે એમ કોણ કહી શકે. જેમ લોકાલોક એક સત્તા છે તેમ તેને જાણવાનો સ્વતઃ સ્વભાવ ધરનારી જ્ઞાન-આનંદરૂપ વસ્તુ એ પણ એક સત્તા છે. આહાહા ! ગજબ વાત છે.
અહીં તો એમ કહે છે કે-કેવળ પરને જ શેય કરવું નથી અને કેવળ પરનું જ જાણનાર થવું નથી, પણ પોતે જ પોતાને શેય બનાવી પોતે જ જ્ઞાતા થઈને અંતર સ્વભાવમાં સમાઈ જવું છે. સ્વભાવને ઓળખીને સ્વભાવમાં ઠરી જવું છે. હીરો જોયા વગર તેના વખાણ કરવા ખોટા છે પણ જોઈને વખાણ કરે તે સાચા છે, તેમ આચાર્યદેવ ચૈતન્ય હીરો જોઈને પ્રમાણજ્ઞાનથી સિદ્ધ કરીને તેના ગુણગાન કરે છે. લોકાલોક એક મહાસત્તા છે પણ જ્ઞાનનો લોકાલોકને અડયા વિના, તેનું લક્ષ કર્યા વિના, લોકાલોકની સત્તાની હાજરી છે માટે નહીં. પણ પોતાની સત્તાના સામર્થ્યથી લોકાલોકને એક સમયમાં જાણી લે છે. એવું જ તેનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે.
પદ્રવ્ય-પરભાવના સહારા વિના આત્મા સ્વતઃ સ્વભાવથી પ્રમાણ સિદ્ધ છે. .... પોતાના જ પ્રમાણથી પોતાનું સ્વરૂપ સિદ્ધ થાય છે. ત્યાં બીજાના પ્રમાણની જરૂર નથી, પોતાથી પોતાનું જ્ઞાન થયું તે જ સંવેદન છે. તેને સ્વ સંવેદન કહો- અનુભવ કહો, સમ્યગ્દર્શન કહો કે જે કહો તે એ જ છે.
જેનું જે સ્વ.... રૂપ છે, સ્વભાવ છે, સત્ત્વ છે તેને બીજાના પ્રમાણથી માનવાનું ક્યાં રહ્યું? તે પોતાથી જ સ્વરૂપ સિદ્ધ છે. પોતે જ પોતાનો જ્ઞાતા થવાને લાયક છે અને જીવ પોતે જ પોતાને શેય બનાવવાને લાયક છે. તેથી પોતે જ પોતાને શેય બનાવીને જ્ઞાતા પણે જાણી શકે છે આ તેનો સહજ સ્વભાવ છે.
હું જ શેય અને હું જ જ્ઞાયક એટલે કે હું જ જણાવા યોગ્ય અને હું જ જાણનાર છું એમ વિકલ્પ રહિત થઈને જે સ્વસંવેદન કરે છે તે પ્રમાણ છે. કુંદકુંદાચાર્યે સમયસારમાં કહ્યું કે- “ન િવાયેઝ પ્રમાણ' જો હું દેખાડું તો પ્રમાણ કરજે. આમ જે કહ્યું છે તે આ સ્વસંવેદન પ્રમાણની વાત છે. આત્માનું સ્વરૂપ જેવું હું દર્શાવું છું તેવું તે અનુભવ કરીને પ્રમાણ કરજે. તારા અંતરના પ્રમાણ માટે તારે બીજા કોઈની સહાયની જરૂર નહીં પડે.