Book Title: Mangal gyan darpan Part 1
Author(s): Shobhnaben J Shah
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 461
________________ ૪૦૭ ‘કેમ ’ એવો વિશ્વમભાવ ઉત્પન્ન થાય છે તે વાસ્તવમાં જ્ઞાનના શેયાકાર, જ્ઞાનસ્વભાવ અને આત્માનો જ અભાવ ચાહે છે. જ્ઞાન –સ્વભાવની આ પ્રતીતિ નિર્ભયતા અને નિઃશંકતાને જન્મ આપે છે. જ્ઞાની આ પ્રતીતિમાં સદાય નિશ્ચત જ છે કે મારી જ્ઞાનપરિધિમાં જગતનો પ્રવેશ જ નિષિધ છે. તેથી અનેકાકાર થઈને પણ જ્ઞાન નિર્મળ જ રહે છે અને તે અનેકાકાર પણ જ્ઞાનના જ વિશેષો હોવાને કા૨ણે જ્ઞાન જ છે. જ્ઞાનના મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ આ વિશેષો કોઈ વ્યવસ્થાની વસ્તુ નથી પરંતુ સહજ જ પોતાના નિયત સમયે જ્ઞાનસામાન્યમાંથી ઉત્પન્ન થયા કરે છે તેથી જ્ઞાની આ વિશેષોનો પણ તિરોભાવ કરીને જ્ઞાનસામાન્ય ૫૨ જ પોતાની દૃષ્ટિ કેન્દ્રિત કરે છે આથી નિરંતર શુદ્ધ જ્ઞાન જે તેની અનુભૂતિમાં અવતરે છે. આનાથી વિપરીત અજ્ઞાની સદાય જ્ઞાનમાં શેયાકારોના પ્રવેશની ભ્રાંતિથી આકુલિત ૨હે છે. તેને એવું લાગે છે કે આ ઇન્દ્રિયોના વિષય મારી અંદર જ આવી રહ્યા છે. વાસ્તવમાં તો ઇન્દ્રિયવિષય જ્ઞાનમાં પ્રતિબિંબિત માત્ર થાય છે. જ્ઞાનના પ્રતિબિંબને અજ્ઞાની સાક્ષાત્ જ્ઞેય જ સમજે છે. તેથી તેને સદા શેયમિશ્રિત જ્ઞાનની અશુદ્ધ અનુભૂતિ જ થાય છે. શ્રી સમયસાર પરમાગમની ૧૫ મી ગાથાની ટીકામાં આચાર્ય શ્રી અમૃતચંદ્ર એનું અત્યંત માર્મિક વિવેચન કરે છે: ‘અનેક પ્રકા૨ના શેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઊપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું (વિશેષભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ ) જ્ઞાન તે અજ્ઞાની, શેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પરંતુ અન્ય શેયાકા૨ના સંયોગ રહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું એકાકા૨ અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી ૫રમાર્થથી વિચારીએ તો – તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલબ્ધ જ્ઞાનીઓને તો, જેમ સૈંધવની ગાંગડી, અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સૈંધવનો જ અનુભવ ક૨વામાં આવતાં, સર્વતઃ એક ક્ષા૨૨સપણાને લીધે ક્ષા૨૫ણે સ્વાદમાં આવે છે તેમાં આત્મા પણ, ૫૨દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. ’ 2 વાસ્તવમાં જ્ઞાનસામાન્યની વિસ્મૃતિ કરી દેવાથી જ્ઞાનના અનેકાકા૨ની સૃષ્ટિ ન બનતાં જ્ઞેયની સૃષ્ટિ બની જાય છે અને શાક તથા લવણના મિશ્રણની જેમ, અજ્ઞાનીને સદાય ‘આ દેહ હું જ છું, આ જવ૨ મને જ છે, ' એવો મિશ્ર સ્વાદ આવે છે; પરંતુ જ્ઞાનીને તો સદાય જ્ઞાનસામાન્યની જ સ્મૃતિ છે. ‘મારું જ્ઞાન જ જવર તથા દેહાદાર પરિણમવા છતાં પણ હું દેહ તથા જ્વરથી ભિન્ન જ્ઞાન જ છું. જ્ઞાનને દેહ નથી અને જ્ઞાનને કદી જ્વર ચડતો જ નથી' તેથી જ્ઞાનના જવરાકાર અને દેહાકા૨ પરિણામ પણ જ્ઞાનીને દેખાતા નથી. આમાં એ તર્ક પણ અપેક્ષિત નથી કે જો નિરંતર જ્ઞાનસામાન્યની

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469