Book Title: Mangal gyan darpan Part 1
Author(s): Shobhnaben J Shah
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 464
________________ ૪૧૦ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ નવી મુક્તિ અથવા સિદ્ધદશાની પણ અપેક્ષા નથી. જ્ઞાન તો જગતનાં દ્રવ્ય - ક્ષેત્રના સ્વ ભાવથી સદાયમુક્ત પડ્યું છે. જ્ઞાન તો નરકમાં પણ મુક્ત જ છે. તે સદા જ્ઞાયક જ તો છે. તેના સિવાય અન્ય કોઈપણ કલ્પના તેના પ્રત્યે કરવી વ્યર્થ છે. તેને આસ્રવ અને બંધ પણ નથી, પરિણામે સંવર, નિર્જરા અને મોક્ષ પણ તેને નથી; કારણકે જે પહેલાં બંધાયો હોય, તેને જ તો છૂટવાનો પ્રસંગ બની શકે છે. જે કદી બંધાયો જ નથી, તેની મુક્તિની વાત જ વ્યર્થ છે. જ્ઞાનને બાંધવાનો પ્રયાસ કરનાર સ્વયં જ્ઞાનસાગરમાં ડૂબી જાય છે તે અવિલંબ જ્ઞાનમાં પ્રગટ થાય છે (- જણાય છે) પણ જ્ઞાન તો સંપૂર્ણપણે અપ્રભાવિત જ રહે છે. લોકની દરેક પરિસ્થિતિમાં “હું તો જ્ઞાન જ છું' એ દૃષ્ટિ તથા જ્ઞાનનું આ શુદ્ધ સંચેતન ભવના દ્વારોનું ભેદન કરીને મુક્તિના પાવન દ્વારનું ઉદ્ઘાટન કરે છે. આ જ દૃષ્ટિ લોકમાંગલ્યની અધિષ્ઠાત્રી છે જેમાં પર્યાયદેષ્ટિનાં સંપૂર્ણ કલેશનો અંત આવી જાય છે. વિષમતમ પરિસ્થિતિમાં પણ આનંદના મોતી વેરતો, ભવથી ઉત્પન્ન થયેલ ચિર-દારિદ્રયનો અંત કરીને, શાંતિનો ખજાનો ખોલી દેનારી શુદ્ધ જ્ઞાનની આ પ્રતીતિ અને અનુભૂતિ ચિર જયવંત વર્તા, ચિર જયવંત વર્તા! સાચો નિર્ણય જ્ઞાનવડે જ્ઞાનસ્વભાવના નિર્ણયથી સમ્યગ્દર્શન થાય છે. વિકલ્પથી નિર્ણય તે સાચો નિર્ણય નથી; જ્ઞાનમાં વસ્તુ આવીને જે નિર્ણય થાય - તે નિર્ણય સાચો છે. તે નિર્ણય ક્યારે થાય? કહે છે જ્ઞાનપર્યાય રાગથી જુદી થઈને એટલે કે અંતર્મુખ થઈને પોતાના સ્વભાવને અખંડસ્વરૂપે લક્ષમાં લે, ત્યારે જ આત્મસ્વરૂપનો સાચો નિર્ણય થાય; આવા નિર્ણયપૂર્વક જ્ઞાનનો ઝુકાવ શુદ્ધાત્મા તરફ વળે તેને “શુદ્ધનયનો અપૂર્વ પક્ષ “કહેવાય છે; ને તે જીવને મોક્ષનો માર્ગ ખુલે છે. (આત્મધર્મ અંક નં-૩૪૫, પેઈજ નં-૧૮) પહેલાંને જાણવા જતાં પછી બીજાને જાણવા જતા; ત્યાં પહેલાંનું જાણવું નષ્ટ થઈ ગયું. જ્ઞાન ત્રીજું જાણવા ગયું તો પહેલાંનું (જ્ઞાન) નષ્ટ થયું; તેથી એ જ્ઞાન નિત્ય ન રહ્યું પણ અનિત્ય થયું. શ્રોતા- ગઈકાલે જે વાત કરી હતી તે અમને યાદ છે !! સમાધાન- યાદ છે, પણ ત્યાં વર્તમાન ઉપયોગ ક્યાં છે? એ યાદ તો ધારણામાં છે, ઉપયોગમાં નથી. ઉપયોગમાં એકઠું થયું નથી પરંતુ ઉઘાડમાં એકઠું થયું છે. ઉપયોગ ક્રમે થાય છે ને એ અહીં કહેવું છે. (પ્રવચન સુધા ભાગ-૨, પેઈજ નં-૪૩૨)લ

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469