________________
૪૦૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જ દષ્ટિ રહે તો પછી જ્ઞાનના વિશેષોનું શું છે? વાસ્તવમાં જ્ઞાન તો સહજ જ શેય - નિરપેક્ષ રહીને અનેકાકાર પરિણમ્યા કરે છે કોઈપણ પ્રબંધ વિના જ તે અનેકાકાર જ્ઞાનમાં થયા કરે છે. જેમ આપણા ઘરમાં ઝૂલતા દર્પણમાં પાડોશીનાં મકાન, મનુષ્ય આદિ સહજ મૌનભાવે પ્રતિબિંબિત થયા કરે છે, આપણે તેમની વ્યવસ્થા નથી કરતા અને દર્પણના તે ખંડભાવ ( પ્રતિબિંબ ) આપણા પ્રયોજનની વસ્તુ પણ નથી. જો કે તે આપણા જાણવામાં અવશ્ય આવે છે પરંતુ આપણી અવિરલ દેષ્ટિ તો આપણા અખંડ દર્પણ પર જ કેન્દ્રિત રહે છે. જો આપણી દૃષ્ટિ તે ખંડભાવો અને પ્રતિબિંબો ઉપર કેન્દ્રિત થઈ જાય અને આપણે દર્પણની અખંડતાને વિસ્તૃત કરી દઈએ તો આપણને લાગશે કે આપણા દર્પણમાં તો કોઈ મનુષ્ય અથવા મકાન પ્રવેશી ગયું, અને તેથી આપણે વિહળ થઈ જઈશું; પરંતુ આ અનેકાકારોમાં પણ દર્પણ તો જેમનું તેમ વિધમાન છે. આ દૃષ્ટિ અને પ્રતીત નિરાકુળતાને જન્મ દે છે.
અજ્ઞાની માને છે કે “મને ધન મળ્યું. પરંતુ વાસ્તવમાં અજ્ઞાનીના જ્ઞાનને પણ ધનનો એક આકાર માત્ર મળ્યો છે, ધન તો મળ્યું નથી જ. અજ્ઞાની ધન મળવાની કલ્પનાથી જ હર્ષિત થયા કરે છે. એ જ રીતે અગ્નિના સંયોગમાં અજ્ઞાની માને છે કે હું બળી રહ્યો છું, પરંતુ વાસ્તવમાં અગ્નિની જ્વાળા જ્ઞાનમાં બિંબિત માત્ર થઈ રહી છે, જ્ઞાન તો બળી રહ્યું નથી. જો અગ્નિથી જ્ઞાન બળવા માંડે તો અગ્નિની ઉષ્ણતાને કોણ જાણશે? પરંતુ અજ્ઞાની “હું બળી રહ્યો છું.” આ કલ્પનાથી જ વિહળ થઈ જાય છે. વાસ્તવમાં જ્ઞાનને શેય પાસેથી તો કાંઈપણ મળતું નથી, તે તો પોતાના તે શેયાકારોમાં પણ એટલું ને એટલું રહે છે. આપણા દર્પણમાં પ્રતિબિંબિત કોઈ મહેલથી આપણે આપણને લાભ મળ્યો હોવાનું માનતા નથી અને તે મહેલ દર્પણમાંથી અદેશ્ય થઈ જતાં આપણે શોકાતુર પણ કયાં થઈએ છીએ? આ પરિસ્થિતિમાં હર્ષ કે શોક તો કોઈ બાળક (અજ્ઞાની) નું જ કાર્ય હોઈ શકે, પરંતુ આ દૃષ્ટિ તો આપણને નિરંતર જ વર્તે છે. આપણા ઘરમાં સ્વચ્છ દર્પણ ઝૂલી રહ્યું છે અને આપણે એ પણ જાણીએ છીએ કે તે દર્પણમાં જગતના અનેક પદાર્થ પણ પ્રતિબિંબિત થાય છે. પરંતુ આપણા દર્પણમાં શું શું પ્રતિબિંબિત થાય છે એ આપણી દૃષ્ટિનો વિષય નથી હોતો. પરંતુ તે પ્રતિબિંબો પ્રત્યે સદા આપણો ઉદાસીન ભાવ જ પ્રવર્તે છે. જે કાંઈ પ્રતિબિંબિત થતું હોય, તે દર્પણનો સ્વભાવ જ છે. દર્પણના સ્વચ્છ સ્વભાવનો વિશ્વાસ આપણને એ વિકલ્પ પણ ઊઠવા દેતો નથી કે તેમાં શું શું પ્રતિબિંબિત થાય છે? કેમ કે તે આપણા વિકલ્પ અથવા વ્યવસ્થાનો વિષય ન હોતાં દર્પણનો અકૃત્રિમ સ્વભાવ જ છે. તેમાં જે કાંઈ પ્રતિબિંબિત થાય છે તે બધું વ્યવસ્થિત જ છે, વ્યવસ્થા યોગ્ય નથી. તથા તે પ્રતિબિંબ મમતા કરવા યોગ્ય પણ નથી, કારણકે તે પ્રતિબિંબોની મમતા કલેશકારિણી છે. દર્પણમાં તે પ્રતિબિંબોના આગમનથી જેવા આપણે હર્ષિત થઈશું, તેવા જ તેમનો દર્પણમાંથી વિલય આપણને શોક-સાગરમાં ડૂબાડી દેશે.
તેથી દર્પણ વિશેષની દૃષ્ટિથી ઉત્પન્ન કલ્પિત હર્ષ – શોકનો અંત દર્પણ- સામાન્યની