________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૪૦૯ દૃષ્ટિથી જ સંભવ છે, અન્ય કોઈ રસ્તો નથી. આ જ પ્રમાણે જ્ઞાનમાં પ્રતિબિંબિત અનેક શેયાકારરૂપ જ્ઞાનના વિશેષોમાં જો કે જ્ઞાન–સામાન્યની જ વ્યાતિ છે, શેયની વ્યાતિ નથી; પરંતુ જ્ઞાનના તે વિશેષ વાસ્તવમાં આત્માને માટે જાણવા માત્ર સિવાય, અન્ય કોઈપણ પ્રયોજનની વસ્તુ નથી. જ્ઞાનમાં તે સ્વતઃ સહજ ભાવે નિર્મિત થયા કરે છે. જેમ કે જ્ઞાનમાં જે ઘડો પરિણમ્યો તે ઘટાકાર સ્વયં જ્ઞાન જ છે પરંતુ આત્મા તે ઘટાકાર જ્ઞાનનું શું કરે? તેથી નિરંતર “હું તો જ્ઞાન જ છું, ઘટ નથી ' –આ સામાન્યની દૃષ્ટિ અને અનુભૂતિ જ શાંતિ આપનાર છે.
જ્ઞાન સ્વભાવની પ્રતીતિ અનંત પ્રશ્નો, અગણિત ઘટના - ચક્રો તથા અસંખ્ય પરિસ્થિતિઓનું એક માત્ર સમાધાન છે. તે દૃષ્ટિમાં શુદ્ધ અખંડ એકરૂપ જ્ઞાન સિવાય આત્મામાં કાંઈ ભાસતું જ નથી. “હું તો જ્ઞાનનો ધ્રુવ તારો છું. ' આમાં આત્માની સાથે દેહ, કર્મ અને રાગનો સંબંધ પણ કયાં રહ્યો? રાગ તો આત્મા અને કર્મની સંયોગી દૃષ્ટિમાં ભાસિત થાય છે. જેમ જળ ને કાદવ સહિત દેખતાં મલિનપણું અનુભવમાં આવે છે પરંતુ શુદ્ધ જળ સ્વભાવની સમીપ જઈને જોઈએ તો જળમાં કાદવ કયાં છે? જળ તો કાદવ સાથે પણ જળ જ છે. આ રીતે કર્મ અને આત્માની સંયોગી દૃષ્ટિમાં આત્મામાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપ દૃષ્ટિગોચર થાય છે પરંતુ શુદ્ધ જ્ઞાનસ્વભાવની સમીપતામાં જ્ઞાનમાં ન રાગ છે, ન ષ છે, ન પુણ્ય છે, ન પાપ છે, ન દેવું છે કે ન મન વાણી છે. કર્મ અને દેહના વિવિધ અણધાર્યા (-અપ્રત્યાશિત) પરિણામ જ્ઞાનનો સ્પર્શ પણ કરી શકતા નથી. પ્રલયકાળના ભયંકર વિનાશ વચ્ચે જ્ઞાની તો અનુભવ કરે છે કે મારા જ્ઞાનમાં પ્રલય થયો નથી. હું તો પ્રલયનો પણ જ્ઞાતા છું, પ્રલયનાં દ્રવ્ય જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે પરંતુ જ્ઞાન પ્રલયાકાર હોવા છતાં પણ જ્ઞાનમાં પ્રલયનો પ્રવેશ થતો નથી. જેમ સાગરને સમર્પણ કરાયેલો પુષ્પ-હાર અથવા પ્રહાર સાગરની છાતી ઉપર ચિત્રિત માત્ર થઈને રહી જાય છે અને સાગર રોષ અથવા તોષની વિષમ અનુભૂતિઓથી શૂન્ય એકરૂપ જ રહે છે. એ જ રીતે વિશ્વનું સર્વસ્વ જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં પણ જ્ઞાની તે સંપૂર્ણ વિશેષોનો તિરોભાવ કરીને હું ત્રિકાળ જ્ઞાન જ છું; વિશ્વ નથી” આ શુદ્ધ જ્ઞાનનું જ ચિરંતન સંચેતન કરે છે. જગતની ભયંકર પ્રતિકૂળતાઓ અને સાતમી નરકની યાતનાઓમાં પણ જ્ઞાનીને શુદ્ધ જ્ઞાનનું આ સંચેતન અબાધિત રહે છે. જ્યાં જ્ઞાનને દેહ જ નથી ત્યાં પ્રતિકૂળતાનું અસ્તિત્વ જ્ઞાનીની દુનિયામાં કયાં રહ્યું? પ્રતિકૂળતા અને નરકની યાતનાનો જ્ઞાનમાં પ્રવેશ જ નથી, તો પ્રતિકૂળતા અને યાતના જ્ઞાનને કેવી? આ રીતે જ્ઞાનના વજ કપાટોનું ભેદન કરીને કોઈ (પદાર્થ) જ્ઞાનસ્વભાવમાં પ્રવેશી જ નથી શકતો. તેથી જ્ઞાન ત્રિકાળ શુદ્ધ, એકરૂપ જ રહે છે. આ જ જ્ઞાનના શુદ્ધ એકત્વમાં પ્રતિષ્ઠિત થઈને જ્ઞાની શુદ્ધ અનુભૂતિના બળથી વિકાર અને કર્મોનો ક્ષય કરતો થકો મુક્તિના પાવન પથ પર આગળ વધતો જાય છે અને અંતે મુક્તિ તેને વરી લે છે.
વાસ્તવમાં જ્ઞાનીને મુક્તિની પણ ચાહ નથી. જ્ઞાન તો ત્રિકાળ મુક્ત જ છે. તેને