________________
૪૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ભ્રમમૂલક છે. જે જ્ઞાનની અપ્રતિહત શક્તિની અવહેલના કરીને જ્ઞાનના નપુંસકપણાની ઘોષણા કરે છે. શેય જેવો આકાર જ્ઞાનમાં જાણવાનો એવો અર્થ તો કદાપિ થઈ શકતો નથી કે જ્ઞાનનું તે કાર્ય શેયની કૃપાથી નિષ્પન્ન થયું છે. એ તો જ્ઞાનની સ્વચ્છતા તથા પ્રમાણિકતાનું જ પ્રતીક છે. જગતમાં સદેશ કાર્ય તો અનેક થાય છે પરંતુ કોઈની કૃપાની તેમાં કોઈ અપેક્ષા નથી હોતી. જેમ કે આપણા પાડોશીને ઘેર ભાત બનાવવામાં આવે અને આપણે ત્યાં પણ ભાત બનાવવામાં આવે તો આપણે પાડોશીનું અનુકરણ કરીને અથવા પાડોશી પાસેથી કાંઈ લઈને તો આપણા ભાત બનાવ્યા નથી, આપણા ભાત સ્વતંત્રરૂપે પોતાના નિયત સમયે આપણી સંપત્તિથી બન્યા છે અને એ જ રીતે પાડોશીના પણ બન્નેમાં કોઈ સંબંધ જ બનતો નથી. હા, સાદેશ્ય તો બન્નેમાં છે, પરંતુ સંબંધ કાંઈ પણ નથી. એ જ રીતે જ્ઞાનમાં કોઈ શેય અથવા ઘટ પ્રતિબિંબિત થાય છે તો જ્ઞાનનો ઘટાકાર તો જ્ઞાનની પોતાની શક્તિથી પોતાના નિયત સમયે ઉત્પન્ન થયો છે, માટીના ઘટના કારણે નહિ; કારણ કે માટીનો ઘટ તો પહેલાં પણ વિધમાન હતો પરંતુ જ્ઞાનનો ઘટ પહેલાં ન હતો. જ્ઞાને પોતાના ક્રમબદ્ધ પ્રવાહમાં પોતાનો ઘટ હવે બનાવ્યો છે અને તે ઘટાકારની રચનામાં જ્ઞાને માટીમય ઘટનું અનુકરણ નથી કર્યું પણ જ્ઞાનનો ઘટાકાર માટીમાં ઘટાકારથી નિતાંત પૃથક જ્ઞાનનો પોતાના સમયનો સ્વતંત્ર નિરપેક્ષ ઉત્પાદ છે.
જ્ઞાનમાં ઘટાકારની રચના, જ્ઞાનના અનાદિ અનંત પ્રવાહક્રમમાં નિયત ક્ષણમાં જ થઈ છે. એની એક ક્ષણ પણ આગળ પાછળની કલ્પના એકાંત મિથ્યા છે. “જ્ઞાનની સામે ઘડો છે' તેથી ઘડો જ પ્રતિબિંબિત થયો – એ વાત તર્ક અને સિદ્ધાંતની કસોટીએ પણ સિદ્ધ નથી. જો એને સિદ્ધાંતથી સ્વીકારી લેવામાં આવે તો પછી લોકાલોક તો સદાય વિધમાન છે, કેવળજ્ઞાન કેમ નથી થતું? વળી જો પદાર્થ જ્ઞાનનું કારણ હોય તો પછી છીપને જોતાં ચાંદીની ભ્રાંતિ કેમ થઈ જાય છે? અથવા વસ્તુ ન હોવા છતાં પણ વાળ મચ્છરાદિનું જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થઈ જાય છે? તથા ભૂત અને ભાવી પર્યાયો તો વર્તમાનમાં વિદ્યમાન નથી તેમનું જ્ઞાન કેવી રીતે થઈ જાય છે? તેથી શેયથી જ્ઞાનની સર્વાગી નિરપેક્ષતા નિર્વિવાદ છે.
આ લોકમાં જ્ઞાનનો એવો અદ્ભુત સ્વભાવ છે. અને આ નિરપેક્ષ, નિર્લિપ્ત, નિરાવરણ જ્ઞાનસ્વભાવની પ્રતીતિ અને અનુભૂતિ ભવ-વિનાશિની છે. જ્ઞાની જાણે છે કે જે સમયે જે શેય મારા જ્ઞાનમાં પ્રતિબિંબિત દેખાય છે તે બધો જ્ઞાનનો જ આકાર છે. તે બધું હું જ છું અને તે પ્રતિબિંબ મારો જ સ્વભાવ છે. જ્ઞાનનો તે આકાર શેયથી તદ્દન ખાલી છે. તેમાં શેયનો એક અવિભાગ પ્રતિષ્ણદ પણ પ્રવેશેલો નથી. અને તે આકાર મારા જ્ઞાનના નિયત સ્વકાળે મારા જ્ઞાનથી જ ઉત્પન્ન થયો છે અને તે જ ઉત્પન્ન થવા યોગ્ય પણ છે. અન્ય પરિણામને તે સમયે મારા જ્ઞાનના પ્રવાહમાં ઉત્પન્ન થવાનો અવકાશ અને અધિકાર નથી. આમાં “આ કેમ” આવ્યું અને અન્ય કેમ નહીં” એ પ્રશ્ન જ રહેતો નથી. જ્ઞાનમાં પ્રતિબિંબિત જોયાકારના સંબંધમાં જેને