________________
૩૯૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
આકાશનું ક્ષેત્ર છે... છે. છે તેનો અંત ક્યાંય નહીં આવે. તેમ કાળ છે... છે... છે તેનો ક્યારેય અંત નહીં આવે તો તેના જાણનાર જ્ઞાનમાં પણ ક્ષેત્રનો કે કાળનો અંત નહીં જણાય. અસ્તિ જ જણાશે. આત્મામાં પોતાના જ્ઞાનનો ભાવ, આનંદનો ભાવ, સ્વચ્છતાનો ભાવ, શુદ્ધતાનો ભાવ, શાંતિ નામ ચારિત્રનો ભાવ, વીર્યનો ભાવ આદિ દરેક ગુણોના ભાવ અમાપ છે, છતાં તેને પણ આત્મા-પોતે પોતાને શેય બનાવીને જ્ઞાયકપણે એક સમયમાં જાણી લ્યે છે. પોતાના પ્રમાણ જ્ઞાનમાં પોતાના અમાપ ભાવોનું જ્ઞાન થઈ જાય છે. બધા પ્રમાણમાં આ સ્વસંવેદન પ્રમાણ જ મુખ્ય છે.
અરે... પ્રભુ ! તારું સ્વરૂપ તારા જ્ઞાનમાં ન આવે અને ધર્મ થઈ જાય એ કેમ બને ! પોતાથી જ પોતાનું પ્રમાણ થાય એવું જીવનું સ્વરૂપ છે. તેનાથી ઓછું, અધિક કે વિપરીત સ્વરૂપ માને તો એ તત્ત્વથી જ વિપરીત છે.
( આત્મધર્મ અંક-૪૯૨, પેઈજ નં. ૧૧ થી ૧૪)
[ ] જ્ઞાનની વર્તમાન પર્યાયમાં અખંડ–એક–પ્રતિભાસમય વસ્તુ છે તે જણાય છે, ભલે મતિ–શ્રુતજ્ઞાન હો પણ તેમાં અખંડ-એક-પ્રતિભાસમય આત્મા પ્રત્યક્ષ જણાય છે. પ્રત્યક્ષ ભગવાન શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ વસ્તુ છે તે પર્યાયમાં જણાય જાય છે. એવો જે આત્મા છે તે અવિનશ્વર છે-કોઈ દિ' નાશ થતો નથી. પર્યાય છે તે બદલે છે પણ વસ્તુ છે તે ત્રિકાળ નિજાનંદ ધ્રુવ વસ્તુ છે. શુદ્ધ-પારિણામિક ૫૨મભાવ જેનું લક્ષણ છે, ત્રિકાળી શુદ્ધ સ્વભાવભાવ જેનું લક્ષણ છે, એવું નિજ પ૨માત્મદ્રવ્ય તે જ હું છું – એમ ધ્યાતા પુરુષ ધ્યાવે છે ઉઘડેલી પર્યાય તે હું છું એમ નહીં પણ ઉઘડેલી પર્યાય એમ કહે છે કે આ ત્રિકાળી દ્રવ્ય છે તે હું છું. પરંતુ ક્ષયોપશમ જ્ઞાન પ્રગટયું છે તે હું છું એમ ધ્યાતા પુરુષ ભાવતો નથી. સમ્યગ્દર્શન ને આનંદ સહિત જ્ઞાનની પર્યાય પ્રગટેલી છે તેનું ધ્યાતા પુરુષ ધ્યાન નથી કરતો; હું ખંડ જ્ઞાનરૂપ છું એમ સભ્યષ્ટિ નથી ભાવતો, પણ પ્રત્યક્ષ પ્રતિભાસમય નિજપ૨માત્મદ્રવ્ય હું છું – એમ જ્ઞાની પુરુષ ધ્યાવે છે. ( આત્મધર્મ અંક ૪૦૬, પેઈજ નં-૨૭)
[ ] .... સમ્યગ્દર્શન કેમ પમાય ? તેની રીત ને વિધિ શું છે ? તેની આ વાત છે. ચૈતન્યની જાગૃત જ્યોતવાળો ધ્રુવ છે ત્યાં જા તો એ જરૂર પ્રાપ્ત થશે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે પણ તે એકલા પ૨ને પ્રકાશી રહ્યો છે તેથી એ જ્ઞાનની પર્યાય મિથ્યા થઈ. એ જ્ઞાનની પર્યાય જેની છે ધ્રુવની છે તેને પ્રકાશે ત્યારે સમ્યક્ કહેવાય. ( આત્મધર્મ અંક-૪૯૦, પેઈજ નં. ૨૭)