________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૯૩ વિષયમાં કિંચિત્ સુખ માનતા ન હતા. એવી પવિત્ર સતીઓ બીજા સામે જુએ નહીં. અહીં સતીઓનો દાખલો આપીને એમ સમજાવવું છે કે – જેમ પવિત્ર સતીઓ બીજા પુરુષની સામે જોતી નથી તેમ ભગવાન આત્માનો એવો સ્વચ્છ-પવિત્ર સ્વભાવ છે કે કોઈ બીજાની સામે જોયા વિના, પોતે પોતાના સ્વભાવથી જ લોકાલોકને જાણવારૂપે પરિણમી જાય છે, ઇન્દ્રિયોના આલંબનથી કે પરણેયોની સન્મુખતાથી તે નથી જાણતો.
આ દ્રવ્યદૃષ્ટિની વાત છે; વર્તમાન પર્યાયમાં કચાસ હોવા છતાં, સ્વસમ્મુખ સ્વભાવની પ્રતીત કરવાની આ વાત છે. જેટલું બહિર્મુખ વલણ જાય તે મારું સ્વરૂપ નથી, મારો આખો સ્વભાવ અંતર્મુખ છે. મારા સ્વભાવની સ્વચ્છતા એવી છે કે તેની સામે જોતાં બધુંય જણાઈ જાય છે. બહારમાં જોવા જતાં તો વિકલ્પ ઊઠે છે ને પૂરું જણાતું નથી; લોકાલોકને જાણવા માટે બહારમાં લક્ષ લંબાવવું પડતું નથી પણ અંતરમાં એકાગ્ર થવું પડે છે; અનંતું અલોકક્ષેત્ર, અનંતો કાળને લોકના અનંતા પદાર્થો તે બધુંય સ્વભાવની સામે જોતાં જણાય જાય છે. લોકાલોકની સામે જોઈને કોઈ જીવ લોકાલોકને પાર ન પામી શકે, પણ જ્ઞાન અંદરમાં ઠરતાં લોકાલોકને પાર પામી જાય છે. આમ ધર્મીને પોતાના અંતર્મુખ સ્વભાવની પ્રતિત છે.
આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ ! તું પરને જાણવાની આકુળતા છોડીને તારામાં ઠર. પરને જાણવાની આકુળતા કરવાથી તો સારું જ્ઞાન ઊલટું રોકાઈ જશે ને પૂરું જાણી નહીં શકે. પણ જો સ્વરૂપમાં સ્થિર થા તો તારા જ્ઞાનનો એવો વિકાસ પ્રગટી જશે કે લોકાલોક તેમાં સહજપણે જણાશે. માટે સ્વભાવ સન્મુખ થઈને તારી સ્વચ્છતાના સામર્થ્યની પ્રતીત કર અને તેમાં ઠર. જુઓ ! આ લોકાલોકને જાણવાનો ઉપાય.
અમૂર્તિક આત્મપ્રદેશોમાં જ લોકાલોક ઝળકે છે. લોકમાં મૂર્તિક પદાર્થો છે તેઓ પણ અમૂર્તિકજ્ઞાનમાં જણાય છે. મૂર્તિક પદાર્થોને જાણતાં જ્ઞાન કાંઈ મૂર્તિક થઈ જતું નથી, કેમકે મૂર્તિક પદાર્થોનું જ્ઞાન તો અમૂર્તિક જ છે. જગતમાં આત્મા છે, તેમાં જ્ઞાનગુણ છે, તેના ઉપયોગનું પરિણમન છે, તેનું પૂર્ણ સ્વચ્છ પરિણમન થતાં તેમાં લોકાલોક જણાય છે, સામે લોકાલોક શેયપણે છે, પણ લોકાલોકને જાણનારું જ્ઞાન તેનાથી જુદું છે, લોકાલોકનું જ્ઞાન તો આત્મપ્રદેશોમાં જ સમાય જાય છે. -એક સ્વચ્છત્વ શક્તિને માનતાં તેમાં આ બધુંય આવી જાય છે. જે આ બધું ન સ્વીકારે તેને આત્માના સ્વચ્છત્વ સ્વભાવની પ્રતીત નથી.
અરીસાની સ્વચ્છતાને લીધે તેમાં મયૂર વગેરે સ્વયં પ્રકાશિત થાય છે. જિનમંદિરમાં બન્ને બાજુના અરીસામાં અનેક જિનપ્રતિમાની હાર હોય તેવું દેખાય છે, ત્યાં અરીસામાં કાંઈ જિન પ્રતિમા નથી, તે તો અરીસાની સ્વચ્છતાનું તેવું પરિણમન છે. અનેક પ્રકારના રંગ અને આકૃતિઓ અરીસામાં દેખાય છે તે કાંઈ બહારની ઉપાધિ નથી પણ અરીસાની સ્વચ્છતાની જ અવસ્થા છે. તેમ આત્માનો એવો સ્વચ્છ સ્વભાવ છે કે તેના ઉપયોગના પરિણમનમાં લોકાલોકનું પ્રતિબિંબ ઝળકી રહ્યું છે, અનંત સિદ્ધ