________________
૪૦૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સિદ્ધદશામાં આનંદની જાત બદલતી નથી પરંતુ કાળ બદલી જાય છે. (૨૪) અહીં કોઈને એમ થાય કે સિદ્ધ ભગવાનને આનંદ છે તેમાં આ આત્માને શું? તેને કહે
છે કે ભાઈ ? સિદ્ધને આનંદ છે એમ નક્કી કોણ કરે છે? નક્કી કરનાર પોતે છે કે બીજો? નક્કી કરનારે પોતાના જ્ઞાનનો જ મહિમા કર્યો છે અને તેમાં સિદ્ધ અને કેવળજ્ઞાની એ
તો બધા નિમિત્ત તરીકે આવ્યા છે. (૨૫) કોના જ્ઞાનમાં આ વાત સમજાય છે? કોનું જ્ઞાન આ વાત કબુલે છે? ભગવાનનું જ્ઞાન
કબુલે છે કે પોતાનું જ્ઞાન કબુલે છે? પોતાનું જ જ્ઞાન કબુલે છે. પુણ્ય-પાપના ભાવમાં અટકનારું જ્ઞાન આ આ કબુલતું નથી પરંતુ પુણ્ય-પાપ રહિત સિદ્ધદશા તરફ વળેલું જ્ઞાન આ કબુલે છે. અરૂપી ચૈતન્ય તેજના મહાભ્ય પાસે જગતમાં કોઈનું મહાભ્ય નથી. આત્માનું ચૈતન્ય તેજ કેવળજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે તો ચાર ક્ષાયોપથમિક જ્ઞાનોનું મહાભ્ય પણ રહેતું નથી; આવો ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા પોતે જ સ્વતંત્રપણે પરિપૂર્ણ જ્ઞાન અને સુખરૂપે થાય છે તેથી તે જ “સ્વયંભૂ છે. “સ્વયંભૂ' એટલે
સ્વતંત્રપણે આત્માનું જ્ઞાન-સૌખ્યરૂપનું પરિણમન તે જ મહિમાવંત માંગલિક છે. (૨૬) જેણે એક આત્માની પરિપૂર્ણદશા જ્ઞાનમાં કબુલી તેણે પોતાના જ્ઞાનમાં અનંતા સિદ્ધ
આત્માઓનો સ્વીકાર કર્યો અને પોતાનું પણ તેવું જ સ્વરૂપ છે એમ કબુલ્યું એટલે તેણે ભંગ-ભેદનો નકાર કર્યો. “જેવી મારા જ્ઞાનમાં જણાણી છે તેવી તેવી જ સિદ્ધદશા સ્વરૂપે પરિણમવું તે જ મારો સ્વભાવ છે, ઊણી દશા કે ભંગ-ભેદરૂપે પરિણમવું તે મારું સ્વરૂપ નથી; સિદ્ધોને હું જાણું છું એમ બોલાય છે પણ ખરેખર તો હું મારી જ પર્યાયને જાણું છું તેમાં તેઓ જણાય જાય છે. એવું મારું સામર્થ્ય છે” આમ સ્વનું બહુમાન
આવવું જોઈએ. (૨૭) દરેક જીવ જો કે પોતાની જ પર્યાયના સામર્થ્યને જાણે છે પરંતુ તેને પોતાના જ્ઞાનનો
ભરોસો આવતો નથી તેથી તે પરનું બહુમાન કરવામાં રોકાય છે અને સ્વને ભૂલી જાય છે; પરંતુ “હું મારા જ્ઞાન સામર્થ્યને જાણું છું, પરને ખરેખર હું જાણતો નથી, અને મારું જ્ઞાન સામર્થ્ય તો પરિપૂર્ણ છે” એમ સ્વનો મહિમા આવે તો કોઈ પરનો મહિમા આવે નહીં. આત્મા પોતે અસંખ્ય પ્રદેશ અનંતગુણોનો પિંડ છે, તેને સંભારતા તે આખો પિંડ પર્યાયમાં આવી જાય છે. એક સમયની અવસ્થામાં અનંતગુણોનો પિંડ વર્તમાનરૂપ આવી જાય છે. અને તેનો એક સમયમાં ખ્યાલ કરનાર મારી પર્યાય છે. આ રીતે
જ્ઞાનની પોતાની અવસ્થાના સામર્થ્યના ગાણાં ગવાણાં છે. (૨૮) અહો ! આજ તો અપૂર્વ ભાવો આવ્યા છે, આત્મામાં આ ભાવોને ઓગાળવા
જેવા છે, પોણી કલાક એકધારી અપૂર્વ વ્યાખ્યા આવી છે, આવી સરસ વાત કોઈ વખતે થઈ નથી. આજે તો કોઈ જુદી જ જાતથી ઘૂંટાણું છે....... અલૌકિક અમૃત નીકળ્યું છે. આ રીતે અપૂર્વ માંગલિક થયું.
(આત્મધર્મ અંક ૨૬, પેઈજ નં.-પ૨ થી ૫૭)