________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૪૦૧ સામર્થ્ય છે” એમ તે નથી જાણતું, પણ “એકેક સમયની અવસ્થામાં પૂરેપૂરું સામર્થ્ય છે” એમ તે જાણે છે અને તેની એક સમયમાં પ્રતીતિ કરે છે. પૂર્ણને જ્ઞાનમાં લેતાં
અસંખ્ય સમય લાગે છે પરંતુ તેની પ્રતીત તો એક સમયમાં જ થાય છે. (૨૦) ભગવાનને પૂર્ણદશા પ્રગટી ગઈ, તે એક સમયમાં જ થાય છે. આનંદ સામર્થ્ય એક
સમયમાં છે આમ જે પર્યાયે કબુલ્યું તેનું પણ અનંત મહાભ્ય છે, તો પછી દ્રવ્ય-ગુણનાં તો શું મહાત્મય કરવાં !! જે જીવે પોતાની પર્યાયમાં સિદ્ધની કબુલાત કરી તેણે સૂક્ષ્મતાથી તો પોતાના આત્મા સાથે સિદ્ધદશાની એકતા કરી છે, તેનામાં અને
મહાવીરમાં ક્યાંય આંતરો રહે નહીં. (૨૧) આ વાતની કોણ હા પાડે છે? કોનું જ્ઞાન આનો સ્વીકાર કરે છે? આ વાતને પ્રતીતમાં
લેનાર કોણ છે? જેને પોતાના સમાં આ વાત બેઠી તેને પરની ઓશિયાળી રહેતી નથી. અહો ! ભવરહિત થઈ ગયેલા ભગવાનને જેણે પોતાના નિર્ણયમાં બેસાડ્યા તેને ભવરહિત ભાવનો કેટલો પોરહું અને કેટલો ઉત્સાહ! એને તે હવે ભવ હોય? જો સિદ્ધ ભગવાનને ભવ હોય તેને (ભવરહિત ભગવાનને જેણે કબુલ્યા તેને) ભવ હોય? એટલે કે તેને ભવ હોય જ નહીં. સિદ્ધદશાને વાર લાગે એ અહીં પાલવે તેમ નથી. પોતાની પર્યાયમાં સિદ્ધને સમાયા અને હવે પોતાની સિદ્ધદશાને વાર લાગે એ કેમ ચાલે? ભાણાં તૈયાર કર્યા, ભાણે જમવા બેસાડ્યા અને હવે ખાલી ભાણા ખડખડ ખખડે અર્થાત પીરસતાં વાર લાગે તે પાલવે નહીં તેમ પોતાની પર્યાયમાં સિદ્ધ ભગવાનને સ્વીકાર્યા, પોતાની પર્યાયરૂપી ભાણું તૈયાર કર્યું અને હવે સિદ્ધદશારૂપી પકવાન પીરસતાં વાર લાગે તે પાલવતું નથી. અહો ! જુઓ તો ખરા !
આમાં તો નિર્ણય અને કેવળજ્ઞાન વચ્ચેના આંતરાને તોડી નાખે એટલું જોર છે. (૨૨) જેના જ્ઞાનમાં કેવળજ્ઞાનનું પરિપૂર્ણ સામર્થ્ય જણાયું અને તેનો જ મહિમા થયો
તેને નિર્ણયરૂપે કેવળજ્ઞાન પ્રગટી ગયું છે. કેવળજ્ઞાન ફરે તો તેનો નિર્ણય ફરે! ભલે હજુ વર્તમાન ઉધાડ કેવળજ્ઞાન જેટલો નથી છતાં પણ વર્તમાન નિર્ણયમાં તો આખુંય કેવળજ્ઞાન આવી ગયું છે, તેથી કહ્યું કે-
નિર્ણયરૂપે કેવળજ્ઞાન પ્રગટી ગયું છે.” વિચાર દશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છા દશાએ કેવળજ્ઞાન થયું છે.” એમ જ્યાં કહ્યું છે ત્યાં પણ આ જ આશય છે. કેવળજ્ઞાનનો નિર્ણય કર્યો તેનું કેવળજ્ઞાન પાછું ફરે જ નહીં- એવી અપ્રતિહતભાવની વાત છે. આ તો પોતાના જ અંદરના ભાવો ધોળાય છે, પરનો કોઈ મહિમા કરતું નથી, સૌ પોતાના જ ભાવોને
ઘોળી રહ્યા છે. ' (૨૩) આ સુખી કેમ થવાય તેની વાત ચાલે છે. જેઓ સિદ્ધ થઈ ગયા છે તેમના માટે આ વાત
નથી, પરંતુ જેઓ સિદ્ધ થવાના છે તેમને સિદ્ધ થવા માટેની આ વાત છે. સિદ્ધદશામાં ભગવાનને અગુરુલધુગુણના કારણે ઉત્પાદ -વ્યય થાય છે, તેમને તો દરેક સમયે પૂર્ણ આનંદ છે, છતાં પર્યાય તો બદલ્યા જ કરે છે એટલે કે પહેલી પર્યાયમાં જે આનંદ છે તે બીજી પર્યાયમાં નથી, પરંતુ તેના જેવો જ બીજી પર્યાયનો બીજો આનંદ છે. આ રીતે