________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૯૯ એટલે કે પોતાની અવસ્થાને સ્વભાવ તરફ વાળીને કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટયું તે જ મહા મહોત્સવ છે. ભગવાન શ્રી મોક્ષપધાર્યા તેમાં આ આત્માને શું? તેમ જ દેવોએ રત્ન દીપકો વગેરેથી મોટા મહોત્સવ કર્યા તેમાં આ આત્માને શું? પરના કારણે આ આત્માને લાભ નથી; પરંતુ સિદ્ધ ભગવાનના સામર્થ્યને પ્રતીતમાં લઈને જેણે તેનો જ અંતરથી મહિમા કર્યો તે “સિદ્ધનો લધુનંદન” થઈ ગયો તે અલ્પકાળમાં સિદ્ધ
થાય જ. (૧૪) જેણે પોતાના જ્ઞાનમાં સિદ્ધ ભગવાનનો નિર્ણય કર્યો તેને સિદ્ધ દશાના નિર્ણય અને તે
રૂપ સ્થિરતા વચ્ચે (શ્રદ્ધા અને ચારિત્ર વચ્ચે) ભલે આંતરો તો પડે છે; અને તે આંતરાને, એકદમ સ્વભાવ સન્મુખ થતું જ્ઞાન કબુલ પણ કરે છે પરંતુ પોતે જે નિર્ણય કર્યો છે તે નિર્ણય– “કબુલાત” અને “સ્થિરતા' એવા બે અવસ્થાભેદને ભૂલીનેવર્તમાન પૂર્ણ દ્રવ્યને જ પ્રતીતમાં લે છે. દ્રવ્ય સ્વભાવની કબુલાતનો નિર્ણય તે બેદશા વચ્ચેના અંતરને કે ઊણપને સ્વીકારતો નથી, - “ભવિષ્યમાં સિદ્ધ પર્યાય પ્રગટ થશે” એમ ભૂત ભવિષ્યને યાદ કરતો નથી પણ દૃષ્ટિના જોરથી પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કરીને (ભૂત-ભવિષ્યની પર્યાયને દ્રવ્યમાં વર્તમાન સમાવીને) સિદ્ધદશાને
વર્તમાનરૂપ જ કરે છે. (૧૫) આ અપૂર્વભાવો કહેવાયા છે, આ ભાવોને આત્મા સાથે પરિણાવવા જેવા છે,
આત્માના ભાવ સાથે આ ભાવોને ગોઠવી દેવા. જેને સિદ્ધ ભગવાનની બધા ભવિષ્યકાળની પર્યાયના સામર્થ્યની કબુલાત આવી તેને સ્વપર્યાયના સ્વસમ્મુખપણા વડે વિકલ્પ તૂટયા વગર રહે નહીં. મહોત્સવ કરતાં પ્રથમ સ્વભાવનો મહિમા આવવો જોઈએ. સ્વભાવને ભૂલીને એકલો બહારનો મહિમા કરે તે આત્માને લાભનું કારણ નથી. પણ સ્વભાવના મહિમા સહિત બહારમાં પણ મહોત્સવ ઊજવે એમાં તો ઉપાદાન-નિમિત્તનો મેળ છે. પોતાના સ્વભાવનો મહિમા કરે ત્યાં બહારમાં પણ ભગવાનના નિર્વાણ કલ્યાણક મહોત્સવ વગેરે નિમિત્તો હોય છે. એક પોતાના સિદ્ધ સ્વભાવને કબુલતાં અનંત સિદ્ધોની કબુલાત તેમાં આવી ગઈ છે; આ સામર્થ્ય જ્ઞાનની
કળાનું છે, બહારના ઠાઠ-માઠનું નથી. ( ૧૬ ) લાખો-કરોડો મનુષ્યો આજના દિવસનો મહિમા કરે છે, અને “અહો ! આ જ પ્રભુજી
મુક્ત થયા” એમ ઘણાંને પરનો મહિમા આવે છે, પરંતુ તે સર્વેને જાણનાર એવા પોતાના જ્ઞાન સામર્થ્યનું મહાભ્ય આવતું નથી. પોતાનું જ્ઞાન સામર્થ્ય પોતાના ખ્યાલમાં તો આવે છે પરંતુ અંતરમાં પોતે તેનો વિશ્વાસ કે રૂચિ કરતો નથી, પરિણતિને સ્વ સામર્થ્ય તરફ વાળતો નથી પણ પરનો મહિમા કરવામાં અટકે છે તેથી જ
કેવળજ્ઞાનદશા પ્રગટતી નથી. (૧૭) ખરી રીતે દરેક વખતે જ્ઞાનની જ ક્રિયા થાય છે. જ્યાં જ્યાં મન-વચન-કાયાની ક્રિયા
થાય છે, ત્યાં ત્યાં સર્વત્ર જ્ઞાનની ક્રિયા થાય છે. મન-વચન-કાયા તો જડ છે. ભગવાન પ્રત્યે મનથી-વિકલ્પથી, વચનથી સ્તુતિ કે શરીરથી વંદન થાય છે તેમાં ક્યા ટાણે