________________
૩૯૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ તો જેણે સિદ્ધનો નિર્ણય કર્યો છે તેણે પોતાની સિદ્ધદશાનો જ નિર્ણય કર્યો છે અને તે
સિદ્ધ થવાનો જ.... (૯) શ્રી પ્રવચનસાર શાસ્ત્રની શરૂઆતમાં શ્રી કુંદકુંદ ભગવાન માંગલિકરૂપે નમસ્કાર કરતાં
કહે છે કે“તે સર્વને સાથે તથાં પ્રત્યેકને, વંદુ વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અહંતને.”
આ મારી મોક્ષલક્ષ્મીના સ્વયંવર સમાન પરમ નિર્ગથતાની દીક્ષાનો મહોત્સવ છે, તે સ્વયંવર મંડપમાં અનંત સિદ્ધો –અરિહંતો- આચાર્યો આદિ પંચ પરમેષ્ઠીને વર્તમાનરૂપ કરું છું, એટલે કે અધૂરી અને પૂરી દશા વચ્ચેનું અંતર કાઢી નાખીને હું તેમને પ્રણમું છું.
અહા! કેટલું અપૂર્વ જોર છે. જાણે કે પંચ પરમેષ્ઠી ભગવંતો સામે સાક્ષાત્ બિરાજે છે અને પોતે તેમની હાજરીમાં મોક્ષદશાને પામે છે એવા ભાવો ઊતાર્યા છે. (૧૦) પૂર્વે થઈ ગયા તે સર્વેને વર્તમાન હાજર કરું છું એમાં ખરેખર તો પર્યાય અને દ્રવ્ય
વચ્ચેનો આંતરો કાઢી નાખીને સામાન્ય-વિશેષને એક કર્યા છે એમાં સ્વભાવિક દૃષ્ટિનું જોર છે; ભૂતમાં થયા તે સિદ્ધોને વર્તમાન કરું છું એમાં પણ ખરેખર પરના સામર્થ્યને જાણતા નથી પણ પોતાની પર્યાયના પૂર્ણ સામર્થ્યને વર્તમાનરૂપ કરીને પ્રતીતિમાં લે છે. મહાવીર ભગવંતને પારિણામિક સ્વભાવભાવ ત શુદ્ધદશા (મુક્ત)
ક્યાંય બહારમાં થઈ ન હતી પરંતુ આત્મામાં જ થઈ હતી. “પાવાપુરીમાં ભગવાન નિર્વાણ પામ્યા અને ઉર્ધ્વ શ્રેણી કરીને મોક્ષમાં ગયા” એ તો બહારનું વ્યવહાર કથન છે, ઊંચા ક્ષેત્રે ગયા પછી આત્માની મુક્તિ થઈ એમ નથી. પરંતુ આત્મા પોતે જ મુક્ત
દશા-સ્વરૂપ થઈ ગયો છે. (૧૧) આ, આત્માની સિદ્ધદશાના સામર્થ્યનો મહિમા થાય છે, પરંતુ તે દશાના સામર્થ્યને
કોણ કબુલે છે? કોણ તેની પ્રતીત કરે છે? પુણ્ય-પાપ રહિત, ક્રમ રહિત, એકેક, સમયમાં પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવરૂપે અનંતાનંત કાળ સુધી ઉત્પાદ થયા કરે એવી જે સિદ્ધદશા તેની જે આત્માએ પ્રતીતિ અને મહિમા કર્યો તે આત્મા પોતાના નિર્મળ સ્વભાવ જ્ઞાન સિવાય કોનો આદર કરશે? કોને માનશે? જો પોતાના સિદ્ધ સમાન સ્વભાવ સામર્થ્યનો વિશ્વાસ કરે તો જ તેને સિદ્ધ ભગવાનને જોતાં આવડ્યું છે. સિદ્ધ ભગવાનને જોનાર અને તેનો મહિમા કરનાર ખરેખર પોતાના સિદ્ધ ભગવાનના સામર્થ્યને જાણવારૂપપર્યાયના સામર્થ્યને જ જુએ છે અને તેનો જ મહિમા કરે છે. પરમાર્થે કોઈ જીવ પરને
જાણતો નથી કે પરનો મહિમા કરતો નથી. (૧૨) “ધ્યાન રાખજો !! આજનું ઘૂંટણ જુદી જ જાતનું આવે છે. આ ભાવોને વિચારીને
તેનું ખૂબ ધોલન કરવા જેવું છે, આજે વિષય સારો આવી ગયો છે, અંદરનું ઘૂંટણ
બહાર આવે છે. આ દિવાળીના મંગળિક ગવાય છે.” (૧૩) સ્વકાળને (પોતાની અવસ્થાને) સ્વતરફ વાળવો તે જ સાચી દિવાળી છે. “દિ'
=દિવસ-કાળ; તેને પોતાના સ્વભાવ સન્મુખ વાળે ત્યારે સાચી દિવાળી કહેવાય,