________________
૩૯૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ વર્તમાનરૂપ પૂરું હોય અને સામે શેય વર્તમાનરૂપ પૂરાં ન હોય એમ બને જ નહીં. “એક સમય તે સૌ સમય' એટલે શું? કે એક સમયમાં જ વસ્તુ પૂરી છે, બીજા સમયની પૂર્ણતા બીજે સમયે છે અને ત્રીજા સમયની ત્રીજા સમયે છે, એમ દરેક સમયે વસ્તુ પૂરી છે, પણ ઘણા સમય ભેગા થયા પછી વસ્તુની પૂર્ણતા થાય છે એમ નથી. વર્તમાન જ્ઞાન વર્તમાન શેયને અખંડ કરીને જાણે છે એટલે ખરેખર તો પોતે એક સમયમાં આખો વર્તમાન છે તેની કબુલાત છે. શું શેય વસ્તુનો કોઈ ભાગ ભૂત ભવિષ્યમાં વર્તે છે કે વર્તમાન જ આપ્યું છે? વર્તમાન જ આપ્યું છે તેથી જ્ઞાનમાં આખું શેય આવી જાય છે. કાળનું લંબાણ કરીને ભૂત-ભવિષ્ય પર્યાયના ભેદને લક્ષમાં લેવા તે વ્યવહાર છે. પરમાર્થથી ગુણ-પર્યાયો સહિત એક જ સમયમાં આખું દ્રવ્ય વર્તમાન છે. સમયે સમયે થતી પર્યાય ને અખંડ ગુણ દ્રવ્યને એકેક સમયમાં વર્તમાનરૂપ ટકાવી રાખે છે. જેમ કોઈ વસ્તુની પર્યાયને જોતાં જ જ્ઞાનમાં અખંડ ને પ્રતીતમાં લઈને કહે છે કે આખી વસ્તુ દેખાય છે; એમ જેનું જેનું જ્ઞાન કરે છે તેને વર્તમાન આખું બનાવે છે, ભૂત-ભવિષ્ય બાકી રહી જતા નથી; આવો જ્ઞાન સ્વભાવ છે તેથી, મહાવીર પ્રભુજી પૂર્વે સિદ્ધદશા પામ્યા એમ ભૂતથી ખ્યાલ નહીં કરતાં, પ્રભુજી આજે જ સિદ્ધદશા પામ્યા એમ વર્તમાન ખ્યાલ કરે છે.
અહો સિદ્ધદશામાં આત્મા પરિપૂર્ણ જ્ઞાન-આનંદ દશારૂપે પરિણમી ગયો; સિદ્ધદશામાં પણ આત્માને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યપણું હોય છે. ત્યાં પરિપૂર્ણ જ્ઞાન-દર્શનસુખ-વીર્યાદિ અવસ્થાપણે દરેક સમયે ઊપજે છે, જૂની અવસ્થાનો વ્યય થાય છે. અને સાદિ અનંત સિદ્ધ દશામાં આત્મા ધ્રુવપણે ટકી રહે છે. સિદ્ધ ભગવાન રાગાદિ વિકાર રહિત અને શરીરાદિ સંયોગ રહિત પૂર્ણ જ્ઞાન-સુખ વગેરે સ્વભાવરૂપે પરિણમે છે એમ જે જીવે પોતાના જ્ઞાનમાં જાણ્યું તે જ્ઞાનમાં અનંત સામર્થ્ય છે; “એક સમયમાં સિદ્ધ ભગવાન પૂર્ણ છે' એમ જે જ્ઞાન નક્કી કરે છે તે જ્ઞાન “હું પણ એક સમયમાં
સિદ્ધસમાન પૂર્ણસ્વરૂપી છું એમ પ્રતીત કરે છે. (૫) પુણ્ય-પાપથી રહિત અને જ્ઞાનાદિ અનંત ગુણોના પિંડરૂપ એકલો આત્મ સ્વભાવ તેની
એક શુદ્ધ પર્યાયના પરિપૂર્ણ સામર્થ્યને જેણે પ્રતિતમાં લીધું તેણે, વર્તમાન પર્યાયમાં ભગવાન તરફના વિકલ્પનો રાગ હોવા છતાં પોતાના જ્ઞાનને તેનાથી અધિક રાખીને (જ્ઞાનને રાગથી જુદું પાડીને), પોતાની પર્યાયના અનંત સામર્થ્યનું જ્ઞાન કર્યુ. આજે પ્રભાતે પ્રભુશ્રીનો આત્મા પરમ પવિત્ર મુક્તદશાને પામ્યો- ભગવાન તરફના લક્ષનો આવો જે વિકલ્પ છે તો રાગ છે પરંતુ સિદ્ધ સ્વભાવની એક સમયની પર્યાયનું સામર્થ્ય પોતાની અસંખ્ય સમયના ઉપયોગવાળી પર્યાયમાં સ્વીકારનારું જીવનું જ્ઞાન અને તે જ્ઞાનના સામર્થ્યની એક સમયમાં પ્રતીત તે વિકલ્પથી અધિક થયાં છે; જ્ઞાન અને પ્રતીતરૂપ તે પર્યાયે સ્વભાવ તરફ એકતા કરી છે અને વિકારથી અધિકતા ( ભિન્નતા)
કરી છે. (૬) તે અધિક થયેલા જ્ઞાને શરીરાદિ સર્વે પર દ્રવ્યોનો તો પોતામાં અભાવ જ બનાવ્યો છે