________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૯૭
અર્થાત્ એ કોઈ ૫૨વસ્તુને તો પોતાનું સ્વરૂપ માનતું જ નથી અને સ્વભાવના જોરે ને વિકા૨ને તૂચ્છ બનાવ્યા છે અર્થાત્ અસ્થિરતામાં વિકલ્પ થાય છતાં ‘આ મને લાભદાયક છે જ નહીં’ એવી પ્રતીતથી તે તરફનું જોર તોડી નાખ્યું છે. આ રીતે ૫૨થી છૂટું અને વિકા૨થી અધિક થયેલું જેનું જ્ઞાન છે એવો જીવ અલ્પકાળમાં વિકારનો સંબંધ સર્વથા તોડીને સિદ્ધ થયા જ –એમાં ફેર પડે નહીં જ. પોતાની પર્યાયના જ્ઞાન સાર્મથ્યના જોરે વિકલ્પથી અધિક થઈને જે જ્ઞાન આગળ વધ્યું તે વિકલ્પને તોડીને સિદ્ધ થઈ જ જાય છે. વિકલ્પ અને રાગનો દૃષ્ટિમાં તો પહેલેથી અભાવ છે જ, પણ અસ્થિરતામાં ય વિકારને તૂચ્છ કર્યો. વિકા૨નો વસ્તુમાં અભાવ અને અવસ્થામાં તૂચ્છતા જેને પહેલેથી છે તે જીવ સ્થિરતા દ્વારા અવસ્થામાં પણ વિકા૨નો અભાવ કરીને સિદ્ધ થઈ જાય છે. જેના જ્ઞાનમાં સિદ્ધ ભગવાનના અનંત જ્ઞાન સાર્મથ્યની કબુલાત આવી તેને આત્મ સ્વભાવની કબુલાત આવી છે, અને જેને આત્મસ્વભાવની કબુલાત આવી તેને પોતાની સિદ્ધ દશાની કબુલાત આવી છે; કહ્યું છે કે જીવ તે જિનવ૨ અને જિનવર તે
જીવ.
આત્માનો સ્વભાવ જાણવારૂપ છે, જેમ છે તેમ આત્મા જાણે, જાણનાર છે તે બધાને જાણે છે. ચૈતન્ય ચોપડામાં ‘ન જાણવું’ એવું ચિહ્ન જ નથી. એકલું જાણવું તેમાં વિકલ્પ ક્યાં રહ્યો ? જાણવામાં વિકલ્પ કરીને અટકવાનું ચૈતન્યનું સ્વરૂપ નથી; આમ વિકલ્પને તૂચ્છ કરીને પોતાના જ્ઞાન સામર્થ્યને જેણે અધિક કર્યું તેણે સિદ્ધદશાના પૂરા સામર્થ્યનો ખ્યાલ કર્યો.
(૭) સિદ્ધ ભગવાન ખરેખ૨ ૫૨ને જાણતા નથી પણ પોતાના જ્ઞાનની અવસ્થામાં જાણવાની પૂર્ણ શક્તિ પ્રગટી ગઈ છે તે પોતાના જ્ઞાન સામર્થ્યને જ જાણે છે. તેવી જ રીતે, સિદ્ધ ભગવાનની પવિત્રતાના સામર્થ્યનો જેણે ખ્યાલ કર્યો તે જીવ પણ ખરેખર તો સિદ્ધભગવાનના અનંત સામર્થ્યને નક્કી કરનાર પોતાની નિર્મળ પર્યાયના સામર્થ્યને જ' જાણે છે. પોતાની નિર્મળ દશાને વર્તમાનરૂપ કરીને જાણતાં સામે નિમિત્તરૂપ શેય તરીકે અનંત સિદ્ધ ભગવંતો અને તીર્થંકર ભગવંતોને તેમ જ સંતો-મુનિઓને વર્તમાનરૂપ હાજ૨ ક૨ીને જાણે છે. સામું જ્ઞેય વર્તમાન થયા વગર વર્તમાન જ્ઞાનપર્યાય તેને જાણે શી રીતે ?
( ૮ ) જુઓ તો ખરા આ નિર્વાણ કલ્યાણકનો મહિમા !ભગવાન મહાવીર વગે૨ે ભૂતકાળમાં સિદ્ધ થયા એમ હું નથી જાણતો પણ વર્તમાન જ થયા એમ જાણું છું એટલે કે જાણે – અત્યારે જ સાક્ષાત્ પોતાની સન્મુખપણે જ તેઓશ્રી સિદ્ધ થતા હોય- એવી શૈલીથી કથન કર્યું છે. પ્રભુશ્રી આજ મોક્ષ પધાર્યા –એવા વિકલ્પમાં જો કે ૫૨ સન્મુખ વલણ છે પરંતુ જો તે વલણને તોડીને જ્ઞાન સામર્થ્ય આગળ વધતું જાય તો જ તે જ્ઞાને સિદ્ધ પર્યાયને જોઈ છે અને પ્રતીતમાં લીધી છે. સિદ્ધદશાને નક્કી ક૨ના૨ જીવ ખરી રીતે પોતાની પર્યાયના સામર્થ્યને જ જુએ છે. સિદ્ધનો આત્મા પરિપૂર્ણ શુદ્ધ શક્તિપણે ઉત્પાદ અને વ્યયથી ટકી રહ્યો છે, તેનો નિર્ણય ક૨ના૨ કોણ છે ? જો સૂક્ષ્મતાથી જોઈએ