________________
૩૯૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
પરિશિષ્ટ વિભાગ-૨ પૂ. ગુરુદેવશ્રીનું નિર્વાણદિનનું માંગલિક પ્રવચન
-વી. સં. ૨૪૭૧ આસોવદ અમાસ ૦)) (૧) શ્રી મહાવીર સ્વામી આજે નિર્વાણ પધાર્યા સિદ્ધ થયા અને શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન
પ્રગટયું – આ પ્રમાણે જ્ઞાનમાં લઈને જીવો નિર્વાણ કલ્યાણક મહોત્સવ ઉજવે છે. મહાવીર પ્રભુજી તો ૨૪૭૧ વર્ષ પહેલાં નિર્વાણદશાને પામ્યા હતા છતાં આજે જ પ્રભુજી નિર્વાણ પામ્યા' એમ શા માટે કહે છે? ખરી રીતે કોઈ જીવ કેવળજ્ઞાની ને કે સિદ્ધ ભગવાનને જાણતા નથી, પણ પોતાની પૂર્ણતાને જાણે છે, પોતાની પર્યાયનું સામર્થ્ય પણ તેવું જ છે તેને વર્તમાન કરીને જાણે છે. કેવળજ્ઞાન અને સિદ્ધદશાના સામર્થ્યને નક્કી કરનાર જ્ઞાન પોતે વર્તમાનરૂપ છે અને તે વર્તમાનથી જ જાણે છે તેથી સામા શેયને પણ વર્તમાનરૂપ કરીને જ જાણે છે સિદ્ધ ભગવંતો ગયા કાળે થઈ ગયા, એમ નહીં પણ વર્તમાન જ છે એમ, વચ્ચેના કાળને કાઢી નાખીને શેયરૂપ સિદ્ધ ભગવાનને પણ વર્તમાન જ કર્યા. દ્રવ્ય અને ગુણ તો દરેક પર્યાય સાથે જ વર્તમાન અખંડ છે, મારા દ્રવ્ય-ગુણ અને તેની જાણવારૂપ પર્યાય એ ત્રણે વર્તમાનમાં જ રહે અને સામા શેયમાં દ્રવ્ય-ગુણ પર્યાયના ખંડ પડી જાય એમ બને જ નહીં. અર્થાત્ શેયરૂપ સિદ્ધ ભગવાનની પર્યાય વર્તમાન અને દ્રવ્ય-ગુણ ભૂતકાળમાં –એમ હોય નહીં. પરંતુ અહીં જેમ જ્ઞાન વર્તમાન રૂપ જ છે તેમ સામે શેય પણ વર્તમાન રૂપે જ છે. જ્ઞાન આખા જોય દ્રવ્યને વર્તમાન કરીને જાણે છે એટલે કે પર્યાયના ભૂત-ભવિષ્ય એવા ભેદને છોડીને, બધી પર્યાયોથી અભેદરૂપ આખું જ દ્રવ્ય વર્તમાન છે એમ જ્ઞાન જાણે છે; “ભૂતકાળમાં મહાવીર ભગવાન સિદ્ધ થયા” એમ જ્ઞાન જાણતું નથી પણ “વર્તમાન જ સિદ્ધ થયા” એમ જાણે છે તેમાં જ્ઞાન અને શેય બન્ને દ્રવ્યની અખંડતાને લક્ષમાં લીધી છે. ભૂત કે ભવિષ્યની અવસ્થાથી જ્ઞાન જાણતું નથી પરંતુ વર્તમાન અવસ્થાથી જ જાણવાનું કામ કરે છે અને દ્રવ્ય-ગુણ તો વર્તમાનરૂપ જ છે એ રીતે દ્રવ્ય ગુણ પર્યાયથી અખંડ વસ્તુ વર્તમાનરૂપ છે અને જો સામે શેય વસ્તુ આખી વર્તમાન ન હોય તો ઉપાદાન-નિમિત્તનો (જ્ઞાન-શેયનો) મેળ જ થતો નથી. ભૂત-ભવિષ્યકાળની પર્યાયો છે ખરી, તેની ના નથી, પરંતુ અહીં તો બીજો ન્યાય કહેવો છે. આ (વાત) કઈ શૈલીથી આવે છે તે ધ્યાન રાખજો ! ખ્યાલ કરનાર વર્તમાનથી ખ્યાલ કરે છે કે ભૂતભવિષ્યની પર્યાયથી ખ્યાલ કરે છે? સામા શેયનો ખ્યાલતો વર્તમાનમાં જ કરે છે ને ! જેમ અહીં જ્ઞાન વર્તમાન જ છે તેમ સામા શેયનો ખ્યાલ તો વર્તમાનમાં જ કરે છે ને ! જેમ અહીં જ્ઞાન વર્તમાન જ છે તેમ સામા શેય પણ ભૂતભવિષ્યને ભૂલી જા (ભૂત-ભવિષ્ય પર્યાયના ભેદને છોડીને સર્વ પર્યાયોથી અખંડરૂપ વસ્તુ ને વર્તમાન શેયરૂપ કરીને જાણ !) અહીં ઉપાદાનમાં એક સમયમાં અખંડ જ્ઞાન સામર્થ્ય છે અને સામે નિમિત્તરૂપ લોકાલોક પણ એક સમયમાં પૂરા છે. અહીં જ્ઞાન