________________
૩૮૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ [ ] જુઓને, તીર્થકરોનું શરીર વસ્ત્ર વગર જ કેવું શોભે છે!!એવું પવિત્ર શરીર કે જોનારને
તેમાં પોતાના સાત ભવ (આગલા-પાછલા) દેખાય. તો આ ચૈતન્યદર્પણનું દિવ્ય ચૈતન્ય તેજ-જેમાં જગતના સમસ્ત પદાર્થો એક સાથે ઝળકે ને જે અતીન્દ્રય આનંદની સ્વાનુભૂતિમાં જ મગ્ન રહે. એવા ચૈતન્ય સમયસાર- શુદ્ધઆત્માની શોભાની શી વાત! માટે આવો ચેતન્યપદાર્થ આત્મા જ સર્વ પદાર્થોમાં શ્રેષ્ઠ-સારભૂત છે.
જુઓ, જગતમાં છ દ્રવ્યો; તેમાં પાંચ તો અજીવ છે. તે અજીવ પદાર્થોમાં જ્ઞાન નથી, સુખ પણ નથી, તે અજીવને જાણતાં જાણનારને પણ સુખ નથી. સુખ તો સ્વાનુભૂતિમાં છે. એકલા પરપ્રકાશકપણામાં સુખ નથી. શુદ્ધ જીવ પોતે સુખ છે, જ્ઞાનરૂપ છે, અને તેને જાણતાં જાણનારને પણ અતીન્દ્રિય સુખનો સ્વાનુભવ થાય છે, માટે તેને જ સારપણું છે. આવા સારભૂત જીવને ઓળખીને અહીં મંગલાચરણમાં તેને નમસ્કાર કર્યા છે. આ નમસ્કાર અપૂર્વ છે. આવા નમસ્કારનો ભાવ જીવે પૂર્વે કદી પ્રગટ કર્યો ન હતો; જ્યાં ચૈતન્યસ્વભાવમાં સ્વસમ્મુખ થઈને તેને જાણ્યો ત્યાં અતીન્દ્રિયસુખ સ્વાનુભવમાં આવ્યું તે અપૂર્વ મંગલ છે. આ માંગલિકમાં અપૂર્વ સ્વસમ્મુખતા છે. સ્વસમ્મુખ ભાવમાં જ અતીન્દ્રિય સુખ ને જ્ઞાન છે તેથી તે સારભૂત મંગળ છે. સ્વસ્વભાવની સન્મુખતા વિના જ્ઞાન નહિ, ને સ્વસ્વભાવની સન્મુખતા વિના સુખ નહિ. જેને જાણવાથી સુખ ન મળે, જેને જાણવાથી સમ્યજ્ઞાન ન થાયએવા પદાર્થોને સાર' કોણ કહે ? સાર તો તેને કહેવાય કે જેને જાણતાં સુખ અને જ્ઞાન થાય. એવો સારભૂત પદાર્થ તો શુદ્ધઆત્મા જ છે. તેથી તેને નમસ્કાર કરીને માંગલિક કર્યું.
(આત્મધર્મ અંક-૨૫૭, પેઈજ નં. ૭-૮) [ ૯ ] જેમ મીઠાની પૂતળી પાણીમાં નાખતા વેંત જ સમાઈ (ઓગળી) જાય છે તેમ આખો
લોકાલોક કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે અર્થાત્ કેવળજ્ઞાનની એક સમયની પર્યાયમાં સર્વ પદાર્થો જણાઈ જાય છે બધા શેયો સમયે સમયે તેમાં સમાતા જાય છે.
સ્ફટિક જેમ અંદર-બહાર તેના આખા દળમાં પૂર્ણ સ્વચ્છ છે તેમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશ પૂર્ણ પવિત્ર છે. શરીરના જે ભાગોમાં અશુચિ છે તે સ્થાને રહેલા આત્મપ્રદેશો પણ અશુચિમય હોતા નથી પરંતુ પવિત્ર જ હોય છે. પગના ભાગમાં રહેલા આત્મપ્રદેશો ઓછા પવિત્ર ને મસ્તક કે જે ઉત્તમાંગ કહેવાય ત્યાં રહેલા આત્મપ્રદેશો વિશેષ પવિત્ર એવું નથી. તે તો સર્વાગે પૂર્ણ પવિત્ર જ છે.
સ્વચ્છ મનુષ્ય જેમ અશુચિવાળા સ્થાનમાં જરા વાર પણ રહેવા ઇચ્છતો નથી પણ જલદીથી બહાર નીકળી જવા ઇચ્છે છે તેમ આસવો-પુણ્ય પાપના વિકારી ભાવો કે જે અશુચિય છે તેને આત્મશુદ્ધિનો ઇચ્છક પુરુષ જરાવાર પણ રાખવા ઇચ્છતો નથી પણ તેને જલદીથી છોડી દઈને પૂર્ણ પવિત્ર બનવા ઇચ્છે છે.
(આત્મધર્મ-૩૮, પેઈજ નં.-૨૨) [ ] પૂજ્યપાદ સ્વામી કહે છે કે આત્મા સ્વસંવેદન પ્રમાણથી બરોબર જાણી શકાય છે.
આત્મા જ્ઞાતા થઈને પોતાને જ શેય બનાવી ને જ્ઞાનમાં બરાબર પોતાનું સ્વરૂપ જાણી