________________
૩૮૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રોતમાન ( પ્રકાશમાન) છે માટે અવ્યક્ત છે.
કોઈને એમ થાય કે – પરને જાણતાં તે પર સન્મુખ થઈને જાણતો હશે! તો કહે છે કે ના, પરને જાણતો હોવા છતાં આત્મા પર પ્રત્યે ઉદાસીનપણે રહીને અને સ્વસમ્મુખ રહીને પરને જાણે છે. સ્વને જાણતાં પરનું પણ જ્ઞાન થઈ જાય છે. સ્વનું ને પરનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, છતાં પોતે સ્વદ્રવ્ય તરફ જ નિયતપણે વર્તે છે અને વ્યક્ત એવા પરશેયો પ્રત્યે ઉદાસીનપણે વર્તે છે, શેયોના અભાવપણે પોતે વર્તે છે માટે આત્મા અવ્યક્ત છે.
એક સમયના પ્રત્યક્ષ જ્ઞાનમાં તો આખી વસ્તુ જણાય જાય છે, પણ એક સમયની પર્યાયમાં આખું દ્રવ્ય પ્રગટી જતું નથી, એ અપેક્ષાએ ભગવાન આત્મા વ્યક્ત છે. અવ્યક્ત હોવા છતાં જ્ઞાનમાં પ્રત્યક્ષ છે.
(આત્મધર્મ અંક-૯૦, પેઈજ નં. ૧૩૩-૧૩૪માંથી) ઊણા અને પૂરા વચ્ચે કેટલો વિરહ? પૂર્ણ સ્વભાવનો સ્વીકાર અને અપૂર્ણતાનો નકાર-એવી સમપ્રતીતિના જોરે શુદ્ધોપયોગ થાય છે અને એ શુદ્ધોપયોગના જોરે કેવળજ્ઞાન થાય છે. કોઈ કહે છે કે અત્યારે તો પૂર્ણતા નથી; ઊણા અને પૂરા વચ્ચે કેટલો વિરહ છે? તેનો જવાબ અરે ભાઈ, વિરહ કેવા ! ઊણું પોતે જ્યાં પૂરા સ્વભાવમાં લીન થઈ ગયું ત્યાં ઊણા અને પૂરા વચ્ચે આંતરો જ નથી. પહેલા જ્યારે ઊણું જ્ઞાન પર્યાયદેષ્ટિમાં જ અટકતું ત્યારે ઊણા અને પૂરા વચ્ચે અંતર હતું, પણ હવે અપૂર્ણતાનો જ નિષેધ કરતું, પર્યાયષ્ટિ છોડતું તે પૂરા સ્વભાવમાં જ એકાગ્ર થઈ ગયું ત્યાં ઊણું અને પૂરું અભેદ થઈ ગયા, વિરહ તૂટી ગયો. પર્યાયદેષ્ટિથી પૂર્ણતા ભાસતી ન હતી, પણ સ્વભાવમાં એકાગ્ર થઈને દ્રવ્યદૃષ્ટિથી જોયું ત્યાં સ્વભાવ જ ભાસે છે, અપૂર્ણતા ભાસતી નથી. અધૂરીદશા ને પૂરીદશા એવો ભેદ તો પર્યાય અપેક્ષાએ છે, પણ વ્યસ્વભાવની અપેક્ષાએ જુઓ તો દરેક સમયે પૂર્ણતા જ છે. આવા સ્વભાવ તરફના વલણમાં કેવળજ્ઞાન સાથેના વિરહ છે જ ક્યાં? દ્રવ્ય સ્વભાવ કેવળ જ્ઞાનથી ભરેલો છે. જો દ્રવ્ય સ્વભાવના વિરહ હોય તો કેવળજ્ઞાનના વિરહ હોય.
કોઈ પણ જીવ પોતાના આત્મસ્વભાવનું ભાન કરીને એકાવતારી થાય અને સવાર્થસિદ્ધિ દેવલોકમાં જાય. અને ત્યાં પોતાના જ્ઞાનમાં એમ જાણે કે કેવળજ્ઞાન થવાને ૩૩ સાગરોપમની વાર છે. તો ત્યાં તેણે ખરેખર પરિપૂર્ણ સ્વભાવમાં રહીને ૩૩ સાગર કાળની સ્થિતિને જાણી છે. એટલે પોતાના નિર્મળજ્ઞાનને કેવળજ્ઞાન તરફ લંબાવીને વિરહ તોડી નાખ્યો છે. કાળભેદને તોડી ભવિષ્યના કેવળજ્ઞાનને વર્તમાનમાં જ જાણે છે. એ ખરેખર સ્વભાવના આશ્રયે જ્ઞાન સામર્થ્ય જ લંબાણું છે અને વચલા ૩૩ સાગરની બધી દશાઓનો જ્ઞાતા થઈ ગયો છે. જેને પોતાની પૂર્ણશક્તિની પ્રતીત થઈ છે તે જીવ વર્તમાન પૂર્ણ સ્વભાવ ઉપર જ જોર આપે છે, પણ