________________
૩૮૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ છું માટે હું શેય તથા એવી અનંતશક્તિરૂપ હોવાથી હું પોતે જ્ઞાતા છું. હું પર દ્વારા જાણવા યોગ્ય છું એમ નથી પણ મારા દ્રવ્ય - ગુણ – પર્યાય મારા દ્વારા જાણવા લાયક છે માટે હું શેય છું. જ્ઞાનશક્તિ અને શેયશક્તિ પણ હું છું ને એવી અનેક શક્તિરૂપ પણ હું છું. તેથી જ્ઞાતા પણ હું છું.
શેય-જ્ઞાન ને જ્ઞાતા એવા નામભેદે હું છું પણ વસ્તુમાં ભેદ નથી. અહીં વસ્તુની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ટા બતાવી છે. જીવ પોતે શેય, પોતે જ જ્ઞાન ને પોતે જ્ઞાતા એવો વચનભેદ છે, કથનમાં ભેદ છે પણ વસ્તુમાં તો આવા ત્રણ ભેદ પણ નથી. પર મારું ને હું તેનો એ તો નથી, પર શેય ને હું જ્ઞાયક એમ પણ નથી પરંતુ હું શેય ને હું જ્ઞાયક એવો ભેદ પણ નથી. વસ્તુમાં શેય -જ્ઞાયક ને જ્ઞાતા એવા ત્રણ ભેદ છે જ નહીં, દૃષ્ટિમાં ત્રણ ભેદ જ નથી.
જીવ જ્ઞેય છે, જીવ જ્ઞાન છે ને જીવ જ્ઞાતા છે – એ તો વચનના ભેદ છે, વસ્તુમાં ભેદ નથી, વસ્તુ તો અભેદ વસ્તુ જ છે.
(આત્મધર્મ અંક ૪૦૯, પેઈજ નં-૧૧-૧૨)
નિશ્ચયનયનું મંતવ્ય: [ ] પોતાના જ પરિણામનો કર્તા-ભોક્તા પ્રતિભાસતો આત્મા.
પોતાના પરિણામને કરતો-ભોગવતો એવો જીવ કર્મના પરિણામને પણ કરે કે ભોગવે છે-એમ નથી. મિથ્યાત્વ દશામાં કે સિદ્ધદશામાં કર્મનો ઉદય કે કર્મનો અભાવ નિમિત્ત હોવા છતાં, જેમ સમુદ્ર પોતાની તરંગ કે નિતરંગ દશામાં અંતર્થાપક થઈને તેને કરે છે પણ પવનનું વાવું કે ન વાવું એ કાર્યને સમુદ્ર કરતો નથી, તેમ જીવ પોતાના મિથ્યાત્વ પરિણામને કે સિદ્ધદશાના પરિણામને કરતો પ્રતિભાસે છે પણ કર્મના ઉદયને કે કર્મના અભાવને કરતો પ્રતિભાસતો નથી.
સમુદ્ર પોતાની અવસ્થાઓને કરે છે પણ પવનને લાવવાનું કાર્ય કરતો નથી. પવનનું નિમિત્તપણું હોવા છતાં સમુદ્ર પોતે જ પોતાની ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાને કરે છે પણ પવનને લાવવો એ સમુદ્રનું કાર્ય પ્રતિભાસતું નથી. પવન સમુદ્રની અવસ્થાને કરતો નથી પણ સમુદ્ર તરંગની અવસ્થાને કરતો હોવા છતાં પવનને લાવવાનું કાર્ય સમુદ્ર કરતો નથી.
રાગને કરવામાં ને રાગના અભાવને કરવામાં જીવ જ પોતે પ્રતિભાસો પણ તે કર્મને કરે એમ ન પ્રતિભાસો. રાગને કરતો ને રાગના અભાવને કરતો જીવ પ્રતિભાસો પણ જીવ કર્મને બાંધે ને કર્મને છોડે એમ ન પ્રતિભાસો.
વળી તેવી રીતે કર્મ ભાવક ને જીવ વિકારી ભાવનો ભોકત્તા એટલે કે કર્મ ભાવક ને આત્માના સુખ-દુઃખની કલ્પનાના ભાવ તે ભાવ્ય એવા ભાવકભાવ્ય ભાવનો અભાવ છે, તેથી કર્મનું આત્મા વડે અનુભવવાવું અશક્ય હોવાથી એટલે કે જીવ રાગને