________________
૩૮૩
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
શેય-જ્ઞાયક સંબંધની પરાકાષ્ટા [ 2 ] અહીં કહે છે કે શેયજ્ઞાયક સંબંધી બહુ ભ્રાન્તિ ચાલે છે. આત્મા જ્ઞાયક છે ને છ દ્રવ્યો
શેય છે એમ નથી. શેય – જ્ઞાયકનો વ્યવહાર સંબંધ પણ અહીં છોડાવે છે. જાણન સ્વભાવવાળો જ્ઞાયક આત્મા અને છ દ્રવ્યો, અનંતા કેવળીઓ શેય છે એમ નથી. આત્મા જ્ઞાયક છે અને વ્યવહાર રત્નત્રયનો રાગ તે શેય છે એમ નથી. શરીરમાં રોગ આવ્યો કે શરીર – પુત્ર આદિ શેય ને આત્મા જ્ઞાયક છે એમ નથી. છ દ્રવ્યો જાણવા લાયક પ્રમેય છે અને આત્મા જાણનાર પ્રમાણ છે એમ નથી.
અહીં તો પરથી પોતાને સંકેલી લેવાની વાત છે. છ – દ્રવ્યો છે તે શેય છે એમ નથી, કેમ કે છ દ્રવ્યોને લઈને તેને જાણવાની પર્યાય થઈ નથી. પણ પોતાના જ્ઞાનથી જ્ઞાનની પર્યાય થઈ છે માટે જ્ઞાનની પર્યાય શેય છે પરંતુ છ – દ્રવ્યો શેય નથી.
લોકાલોકનું જ્ઞાન પોતાની જ્ઞાનપર્યાયમાં આવ્યું તે પર્યાય શેય છે, લોકાલોક શેય નથી. છ દ્રવ્યના જાણપણામાત્ર હું નથી. હું તો મારી જ્ઞાન-પર્યાયને શેય બનાવીને તેને જાણનાર છું. વ્યવહારથી નિશ્ચય થાય એ વાત તો કયાંય રહી, પણ વ્યવહાર તે શેય છે ને આત્મા જ્ઞાયક છે એમ પણ નથી.
હું ચેતન સર્વસ્વ છું એમાં પરનું શેયપણું આવતું નથી. શાસ્ત્ર શેય છે ને તેનાથી જ્ઞાન થયું એમ તો નથી પણ શાસ્ત્ર શેય છે ને હું તેનો જાણનાર છું એમ પણ નથી. પરના જ્ઞાનમાત્ર એવો શેય હું નથી. છ દ્રવ્યનું જ્ઞાન થયું એ છે - દ્રવ્યના કારણે થયું નથી, પોતાના જ જ્ઞાનથી જ્ઞાનની પર્યાય થઈ છે. સ્વ-પરપ્રકાશક પર્યાય ઉત્પન્ન થઈ તે પર્યાય જ શેય છે.
પોતાના દ્રવ્યથી ભિન્ન છે- દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર હું નથી અર્થાત્ હું જાણનાર ને પરમેશ્વર પરમાત્મા શેય છે એમ નથી. પરમેશ્વરનું જ્ઞાન થયું તે તેનાથી નથી થયું, પોતાના સામર્થ્યથી પોતાની પર્યાયમાં જ્ઞાન થયું છે.
કર્મ મારામાં તો નથી, મારા નથી પણ કર્મ જોય ને હું જ્ઞાયક છું તેમ પણ નથી. જાણપણારૂપ શક્તિ પણ મારી છે તે જાણવારૂપ શક્તિ પણ મારી છે અર્થાત્ હું પોતે જ શેય છું હું પોતે જ જ્ઞાન ને હું પોતે જ જ્ઞાતા છું. શેય પણ હું, જ્ઞાન પણ હું ને જ્ઞાતા પણ હું છું – એ ત્રણે મારા ભેદ છે. પર પ્રમેયને જાણે છે એમ નથી પરંતુ તે સંબંધી પોતાની જ્ઞાનપર્યાય પ્રમેય છે ને પોતે જ્ઞાતા છે. શેય-જ્ઞાન-જ્ઞાતા એવા ત્રણ-ભેદરૂપ એક વસ્તુમાત્ર હું છું.
જાણવા લાયક પણ હું જાણનાર પણ હું ને અનંત શક્તિરૂપ જ્ઞાતા પણ હું છું, ત્રણે થઈને વસ્તુ તો એક છે. પરનો કર્તા તો કયાંય રહ્યો, પણ પરનો જાણનાર પણ નથી. પોતે જ શેય છે, પોતે જ જ્ઞાન છે ને પોતે જ જ્ઞાતા છે. વિષય - કષાયના પરિણામ તે પરશેય છે ને આત્મા જ્ઞાતા છે એમ પણ નથી.
હું મારા સ્વરૂપને વેધવેદકરૂપે જાણું છું માટે હું જ્ઞાન, મારા વડે જાણવા લાયક