________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
''
‘આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું
,,
૩૮૧
૫૨ની દયાનો ભાવ છે તે રાગ છે ને રાગ છે તે નિજ સ્વરૂપની હિંસા છે. ૫૨ને બચાવવાનો ભાવ આવે ખરો હોં !– પણ તે રાગ છે ને રાગ છે તે સ્વરૂપની હિંસા છે. પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો ! દેહને ન જો, અંદર જે કર્મ છે તેને ન જો, પુણ્ય – પાપના વિકલ્પ થાય તેને તું ન જો. પુણ્ય – પાપના વિકારમાં પ્રવર્તતો પોતાને ભાસે તે મૂઢ છે.
ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ છે તેનાથી વિરુદ્ધ જે પુણ્ય – પાપના ભાવનો જેને પ્રેમ છે તેને આત્માના ત્રિકાળી ભાવનો દ્વેષ છે, તેથી પુ ય- પાપના ભાવને ક્રોધાદિ કહ્યા છે. સ્વભાવનો પ્રેમ નથી ને પુણ્ય – પાપના પરિણામનો પ્રેમ છે તેને સ્વભાવનો દ્વેષ છે. ચૈતન્યનો પ્રેમ છોડીને જે વિકા૨ના પરિણામનો પ્રેમી થયો તેને સ્વભાવ ભાસતો નથી, વિકા૨ ભાસે છે, ક્રોધ ભાસે છે.
અરેરે બાપુ ! તેં વિચાર નથી કર્યો ભાઈ ! લસણ– ડુંગળીની રાય જેટલી કણીમાં અસંખ્ય ઔદારિક શરી૨ હોય છે ને એક શ૨ી૨માં અનંત જીવ હોય છે એવા તો તેં અનંત ભવ કર્યા. એ કેમ કર્યા ? – કે આત્મા ‘શ’ સ્વભાવી વસ્તુ છે, આત્મા જેવી વસ્તુ છે તેવી તે રીતે ન ભાસી ને તેનાથી વિરુદ્ધ ભાવ તે પણે હું છું, પુણ્ય – પાપના વિકા૨૫ણે હું છું એમ માનીને તેના ફળમાં એવા અનંત ભવ કર્યા છે.
ભગવાન આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે, એની દૃષ્ટિ અનંતકાળમાં થઈ નથી. દયા દાનનો શુભરાગ વિકાર છે, તેના ૫૨ દૃષ્ટિ હોવાથી આત્માનું જે જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેનું પરિણમન થતું નથી. વર્તમાન અવસ્થામાં પુણ્ય-પાપનું થયું ને ભાસવું તે આત્મા નથી, જ્ઞાન ને આનંદ સ્વરૂપ પ્રભુનું તે રૂપે દશામાં થવું થાય ત્યારે તે પ્રભુ છે.
અજ્ઞાનીને વિકા૨ ભાસે છે આત્મા ભાસતો નથી. એની દશામાં સ્વરૂપની ખબર નથી ને એનાથી વિપરીત ભાવ તે તેને ભાસે છે. ભગવત્ સ્વરૂપ પ્રભુ તેને ન જોતાં વિકારી ભાવપણે પોતે ભાસે છે તે આત્મા નથી...
વર્તમાનમાં જ્ઞાનનું થવું ભાસે, શાતિનું થવું ભાસે ત્યારે ક્રોધાદિનું થવું ભાસતું નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં. બાપુ ! આ તો સર્વજ્ઞ ૫૨માત્માના માર્ગની વાત છે, તેમાં બહુ ધીરું થવું પડે છે. જેને અંત૨માં જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની રુચિ ભાસે છે તેને ક્રોધાદિનું થવું ભાસતું નથી. જેને જ્ઞાનનું થવું ભાસે છે તેને ક્રોધાદિનું થવું ભાસતું નથી. સ્વભાવના પ્રેમને બદલે તું જે તારા સ્વભાવમાં નથી એવા વિકા૨ને ક્ષણે ક્ષણે નવો ઉત્પન્ન કરી તેના પ્રેમમાં ફસ્યો છે તેથી તું દુઃખી છો.
આત્મા પોતે શુદ્ધ પરિણમનપણે થાય તેને વિકા૨૫ણે પરિણમવું થાય તેવું નથી. જાણગસ્વભાવ, પ્રજ્ઞા સ્વરૂપી પ્રભુની દશામાં જ્ઞાનનું થવું ને વિકારના પ્રેમનું પણ થવું તે મિથ્યાત્વ છે...