________________
૩૮૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જોયા વિના પર વ્યવહાર સાચા પણ જોવાશે નહીં. આ શું હશે? આવી વાત ! અરે ! બાપા અગમ નિગમની વાત છે. તું અગમ નિગમનો ધરનાર છો.
ટૂંકમાં સાર કહેતાં ભગવાન આત્માની અંતર જુદાઈથી પરથી ભિન્ન પાડીને જોતાં આત્માનું સાચું ભૂતાર્થ બધા ગુણ સહિતનું સ્વરૂપ તેના જ્ઞાનમાં નિર્ણય ને જ્ઞાન થઈ જાય છે. એટલે હું પ્રમેય ન થઈ શકું એ વાત એને રહેતી નથી. પ્રમેય એટલે જણાવા યોગ્ય હું ન થાઉં એમ બને નહીં. હું તો ત્રિકાળ જણાવા યોગ્ય જ છું. હું મને ન જણાઉં એમ જ્ઞાનીને એટલે કે આત્માના ભાનવાળાને રહેતું નથી. હું મને ન શ્રધ્ધ, મારી શ્રદ્ધા થઈ કે નહીં? એ મને જણાય કે નહીં? એ વાત આત્માને જાણતાં રહેતી નથી. આત્માને જાણતાં મને ભવ હશે કે નહીં? ભગવાનના જ્ઞાનમાં ભવ ભાળ્યા હશે? એમ આત્માને જાણતાં તેને તે ભાવ રહેતો નથી. આહાહા ! અલ્પકાળમાં મારી પૂર્ણ સંપદાવાળી લક્ષ્મી પર્યાયમાં પ્રાપ્ત થશે એવો જ એનામાં ગુણ છે. એવા ગુણવાળા (આત્મા) ની પ્રતીત કરી છે તેથી અલ્પકાળમાં મુક્તિ ને કેવળજ્ઞાનને પામીશ. સમસ્તગુણના કાર્યમાં આ ગુણનું કાર્ય પણ આવી ગયું છે.
આજ સવારે છોકરાંવને પ્રમેયનું પૂછ્યું હતું. પૂછયું કે- આત્મા પ્રમેય છે? તો કહે- હા, પછી છેલ્લે ભૂલી ગયોને કહ્યું કે– આત્મા ન જણાય. કહ્યું કે– તને આત્મા ન જણાય એમાં શું દોષ આવે? એનો ઉત્તર ન બોલી શક્યો. આત્મા જણાય એ પ્રમેયથી ( જણાય છે) ન જણાય તો પ્રમેય નથી એમ (પ્રમેયત્વ ગુણનો સ્વીકાર ન કર્યો.) છોકરાંવ પણ અંદર તો ભગવાન છે ને!! આ હાંડકાને ન દેખ, કાળા-ધોળાને ન દેખ! નાના-મોટાને ન દેખ! આત્મા અંદર અખંડાનંદ પ્રભુ છે તેને જો !
ભગવાન આત્મા એક સયમમાં પુદ્ગલથી જુદો એટલું કહેતા માત્રમાં એનું અનંતગુણ સહિતનું આત્માનું આખું રૂપ તેનાં નિર્ણયમાં ને જ્ઞાનમાં આવી જાય છે. તેને હવે એમ ન થાય કે આ બધા આત્માઓ સર્વજ્ઞ સ્વરૂપે હશે કે નહીં? બધા આત્મા સર્વજ્ઞ સ્વરૂપે છે. હું સર્વજ્ઞ સ્વરૂપે છું એમ નિર્ણય થતાં અલ્પકાળમાં મારી દશા વ્યક્ત સર્વજ્ઞની થશે એમ નિસંદેહ આવી જાય છે. આત્માને જાણતાં એનાં જ્ઞાનમાં એનું રૂપ આવી જાય છે. કોઈ કહે કે–એમ આત્માને ખબર પડે? તો કહે છે કે તું આત્માને જાણતો નથી.
એ શી રીતે જણાય? સર્વજ્ઞપદ થશે? વળી થશે એટલે શું? સમસ્તરૂપમાં સર્વજ્ઞપદ તો શ્રદ્ધામાં આવી ગયું છે. આત્મામાં સર્વજ્ઞપદ છે એમ શ્રદ્ધામાં આવી ગયું છે, પ્રમેય થઈને જ્ઞાનમાં આવી ગયું છે ઈ એમ પોકાર કરે છે કે અમને અલ્પકાળમાં સર્વજ્ઞપદ પૂર્ણ થઈ થશે. હું પડીશ ને, પછી રખડીશ ને એ શાસ્ત્રમાં આવેલી વાત એને રહેતી નથી. આત્મામાં બેઠા તેને ક્યાં પડવું છે? પડવું છે એટલે આત્માનો અભાવ કરવો છે?