________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૭૯ પુણ્ય-પાપ, શરીર, વાણી એ કાંઈ જાણનાર નથી. પણ એ તો જણાવા લાયક છે. એ પણ ક્યારે? કે- સ્વ જણાવા લાયક છે એવી દૃષ્ટિ થઈ ત્યારે. આ આત્મા જણાવાને લાયક છે, આત્મા શ્રદ્ધવાને લાયક છે, આત્મા ઠરવાને લાયક છે, પૂર્ણાનંદની મૂર્તિ; આનંદ પ્રગટ કરી શકે એવી આત્મામાં લાયકાત છે. એવો જે આત્મા તેના ઉપર નજર પડી કે આ કાચના કટકા હીરો નહીં અને હીરો તે એ કાચના કટકા નહીં. એમ ભગવાન ચૈતન્ય હીરો તે વિકારને પુદ્ગલ નહીં. કેમ કે વિકાર પુલમાં જાય છે. એ વિકાર પુગલ તે આત્મા નહીં. તો નજર ક્યાં ગઈ ? (જાણનારને) જોવામાં ગઈ. વિકાર ક્યાં આત્મામાં છે, રાગાદિ તો વ્યવહારે જોવા લાયક છે. એ કયારે? કે– આત્મા જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ પ્રભુ આનંદકંદ છે એમ તેને પ્રમેય બનાવીને જ્ઞાન થયું ત્યારે રાગાદિ વ્યવહારે જાણવા લાયક થયા. રાગાદિ વ્યવહારે જાણેલા પ્રયોજનવાન.. એમ આવ્યું કે નહીં ! વસ્તુના સ્વરૂપની શૈલી કોઈ એવી જ છે. ચારે બાજુથી સત્ય ઉભું થાય છે.
તારો ભગવાન મહિમાવાળું તત્ત્વ પદાર્થ છે. એ પ્રભુની પ્રભુતા પ્રમેય થઈ શકે એવી તારામાં તાકાત છે. પામરતા પ્રમેય થાય એવી તારામાં તાકાત છે નહીં– એમ કહે છે. આત્મા રાગપણે છે એવું પ્રમેય થાય એવું તો તારામાં નથી, આત્મા શરીરપણે જ્ઞાનમાં જણાય પ્રમેય થાય એવો તો નથી. પણ આત્મા અલ્પજ્ઞ છે એમ જણાય એવો એ આત્મા નથી.
અહીંયા “ભૂતાર્થ સંગ્રહ” એટલે જ્ઞાનમૂર્તિ સર્વજ્ઞમૂર્તિ આત્મા છે. સર્વજ્ઞ સ્વરૂપ આત્મા છે, અનંત આનંદ સ્વરૂપ આત્મા છે, અનંત બળ સ્વરૂપ આત્મા છે, અનંત અનંત સ્વચ્છતા સ્વરૂપ છે, તે સ્વ સંવેદનમાં પ્રત્યક્ષ થાય છે. (પ્રકાશશક્તિને કારણે ) પ્રત્યક્ષ થવાને જ લાયક છે, એ પરોક્ષ રહેવાને લાયક છે નહીં– એમ કહે છે.
આહાહા! આત્મા માન્યો ક્યારે કહેવાય? પરથી ભિન્ન એમ પહેલાં એનું જ્ઞાન કરવું નથી. આ સ્વતઃ પરથી જુદો, આનાથી જુદો એમ જ્યાં આત્માના અનંતગુણનું એકરૂપ જ્ઞાન થતાં તેના દરેક ગુણનું સ્વરૂપ અભેદ દૃષ્ટિમાં આવી ગયું. શ્રોતા- એટલે પ્રમેય ગુણના ગુણવાળો છે તેનો લાભ શું? ઉત્તર- આત્માની શ્રદ્ધા થતાં એ પણ આવી ગયું. આ પ્રમેયગુણનો લાભ કે તે જ્ઞાનમાં જણાય જ, પ્રમેયગુણનો લાભ કે એનો આનંદ છે એ જ્ઞાનમાં જણાય. એના પ્રભુત્વગુણનો લાભ કે–એનું પ્રભુત્વ-પરમેશ્વર છે તે તેના જ્ઞાનમાં જણાય.
લ્યો! વળી આ બીજી રીતે આવ્યું. ચૈતન્યનું મૂળ ક્યાં છે એનું કદી મંથન કર્યું નથી.
મરી ગયો બધું કરી...કરીને ! આમ જોઈને! એનાથી જુદો તને જો ને!! તારાથી જુદા છે તેને જોવા જા ત્યાં આ (સ્વ) રહી જાય છે. તારાથી જુદાને જોવા જતાં, તું જોવાનો રહી જાય છે. એ જુદાને જોવાથી આત્મા એમાં નહીં જણાય. પોતાને સાચો