________________
૩૭૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ લઈને પર્યાય જ્ઞાનરૂપે પરિણમી રહી છે, ત્યાં લોકાલોકને જાણવાની આકુળતા રહેતી નથી; સ્વસમ્મુખી જ્ઞાનમાં ૫૨મ ધી૨જ છે, આનંદની લીલાલહેર છે.
ઘણા અંગ-પૂર્વ જાણી લઉં તો મને આનંદ વધારે થાય–એમ વિશેષ જાણવા ઉ૫૨ જ્ઞાનીનું જોર નથી, પરંતુ મારો જ્ઞાનસ્વભાવ છે તેમાં ઠરું તેટલી મને શાંતિ છે. અહો, જ્ઞાન તો કાંઈ આકુળતા કરે ? ના; જ્ઞાન તો નિર્વિકલ્પ થઈને અંદર ઠરે.
અંતરમાં સ્વસંવેદનજ્ઞાન ખીલ્યું ત્યાં પોતાને તેનું વેદન થયું, પછી તેને બીજા જાણે કે ન જાણે તેની કાંઈ જ્ઞાનીને અપેક્ષા નથી. જેમ સુગંધી–ફૂલ ખીલે છે તેની સુગંધ બીજા કોઈ લ્યે કે ન લ્યે, તેની અપેક્ષા ફૂલને નથી, તે તો પોતે પોતામાં જ સુગંધથી ખીલ્યું છે. તેમ ધર્માત્માને પોતાનું આનંદમય સ્વસંવેદન થયું છે તે કોઈ બીજાને દેખાડવા માટે નથી; બીજા જાણે તો પોતાને શાંતિ થાય એવું કાંઈ ધર્મીને નથી; એ તો અંદર એકલો–એકલો પોતાના એકત્વમાં આનંદરૂપે પરિણમી જ રહ્યો છે.
બૌદ્ધો આત્માને સર્વથા ક્ષણિક ( વર્તમાન પર્યાય જેટલો જ ) માનનારા ક્ષણિકવાદી કહેવાય છે. પરંતુ ખરેખર તો દ્રવ્યસ્વભાવની તાકાતને જાણ્યા વગર તેની એક પર્યાયનું પણ સાચું જ્ઞાન થતું નથી. કેમકે એક શુદ્ધ પર્યાયમાં પણ એટલી તાકાત છે કે અનાદિઅનંત દ્રવ્યને, તેના અનંતગુણોને તેમજ ત્રણેકાળની પર્યાયોને જાણી લ્યે છે. હવે એક પર્યાયની આટલી તાકાતનો સ્વીકાર કરવા જાય તેમાં તો ત્રિકાળી દ્રવ્ય-ગુણ-પર્યાયનો પણ સ્વીકા૨ આવી જ જાય છે. એના વગર શુદ્ધ પર્યાયની તાકાતનો પણ સ્વીકાર થતો નથી.
અરે, જ્ઞાનીની જ્ઞાનપર્યાયમાં પણ કેટલી તાકાત છે તેની જગતને ખબર નથી. પર્યાયની અગાધ તાકાતનો નિર્ણય ક૨વા જાય તો ત્યાં પણ જ્ઞાન રાગથી છૂટું પડીને અંદર સ્વભાવમાં ઘૂસી જાય. પર્યાયે-પર્યાયે જ્ઞાનીનું જ્ઞાન રાગથી છૂટું જ કાર્ય કરે છે.
અહા ! ત્રણકાળને વર્તમાનમાં જાણી લ્યે આવી જ્ઞાનપર્યાયની તાકાત જેના વિશ્વાસમાં આવી ગઈ, તેને બહા૨નો ક્ષયોપશમ વધારવાની આકુળતા રહેતી નથી, તેની જ્ઞાનપર્યાય રાગથી છૂટી પડીને, અખંડ જ્ઞાનસ્વભાવના આશ્રયે કામ કરે છે, ને એ જ રીતે ભવિષ્યમાં પણ તે તે કાળની પર્યાયમાં સ્વભાવના આશ્રયે ત્રણકાળને જાણવાની તાકાત ખીલશે, તેનો ભરોસો અત્યારે સ્વસન્મુખ થયેલી વર્તમાન પર્યાયમાં આવી ગયો છે. ત્રિકાળી દ્રવ્ય–ગુણ તથા ત્રણકાળની પર્યાયો તે બધા શેયોને સ્વીકાર્યા વગર, તે શેયોને જાણવાના સામર્થ્યવાળી જ્ઞાનપર્યાયનો પણ સ્વીકાર થઈ શકે નહીં એટલે જ્ઞાનની એક શુદ્ધ પર્યાયનો પણ જો ખરો સ્વીકાર કરવા જાય તો તે પર્યાયના શેયરૂપ સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયનો પણ સ્વીકાર થઈ જાય તો તે પર્યાયના શેયરૂપ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયનો પણ સ્વીકાર થઈ જાય છે. દ્રવ્યના અસ્વીકા૨પૂર્વક અનિત્યપર્યાયનું પણ સાચું જ્ઞાન થઈ શકતું નથી.