________________
૩૭૩
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
સ્વભાવને અવલંબના જ્ઞાનની
અગાધ તાકાત [ ] નિજસ્વભાવને અવલંબતા જ્ઞાનમાં પરણેયને જાણવાની આકુળતા રહેતી નથી.
મારો આત્મા સર્વજ્ઞસ્વભાવી વસ્તુ છે-એવો નિર્ણય કરીને જેણે અંતર્મુખ જ્ઞાનમાં પોતાના આત્માને સ્પશેય બનાવ્યો તે સાધકજીવની રાગથી જુદી પડેલી જ્ઞાનપર્યાયમાં કેટલું અગાધ સામર્થ્ય છે!કેટલી અગાધ શાંતિ છે!તેને ઓળખતાં પણ આત્મામાં સાધકભાવની ધારા ઉલ્લસી જાય!
- સાધકની વર્તમાન પર્યાયમાં ત્રણકાળના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવાની તાકાત છે. ધર્મીને જેમ પોતાની વર્તમાન-પર્યાયની તાકાતનો વિશ્વાસ છે, તેમ ભવિષ્યની પર્યાયની તાકાતનો પણ વિશ્વાસ છે... એટલે ભવિષ્યને માટે અત્યારે ધારણા કરી લઉં– એમ ધારણા ઉપર તેનું જોર જતું નથી. ભવિષ્યમાં મારી જે પર્યાય થશે ત્યારે તે પર્યાય પોતાના તે વખતના વિકાસના બળે ભૂત-ભવિષ્યને જાણી જ લેશે. એટલે ભવિષ્યની પર્યાય માટે અત્યારે ધારણા કરી લઉં કે બહારનો ક્ષયોપશમ વધારી લઉં એમ ધર્મીનું લક્ષ નથી; તે-તે વખતની ભવિષ્યની પર્યાય અતીન્દ્રિયસ્વભાવના અવલંબનના બળે જાણવાનું કાર્ય કરશે. અહો, આત્માની અનુભૂતિમાં જ્ઞાન એકાગ્ર થયું ત્યાં ધર્મીને બીજું કાંઈ જાણવાની આકુળતા નથી. જ્યાં જ્ઞાયકસ્વભાવ આખોય અનુભૂતિમાં સાક્ષાત્ વર્તે છે ત્યાં થોડા થોડા પરણેયોને જાણવાની આકુળતા કોણ કરે? એ વાત પ્રવચનસારની ૩૩ મી ગાથામાં કરી છે. – “વિશેષ આકાંક્ષાથી ક્ષોભથી બસ થાઓ; સ્વરૂપ-નિશળ જ રહીએ છીએ.”
સ્વભાવને અવલંબીને જે જ્ઞાન કામ કરે તેની મહત્તા પાસે શાસ્ત્રના અવલંબનરૂપ ધારણાની મહત્તા રહેતી નથી. જેને બીજા જાણપણામાં મહત્તા ભાસે છે તે જીવ નિજસ્વભાવને જાણવા તરફનું જોર કયાંથી લાવશે? એને મહત્તા તો બારના જાણપણામાં વર્તે છે. વર્તમાન જ્ઞાન અંદર જ્ઞાનસ્વભાવમાં ઊતરી જાય તેની ખરી કિંમત છે; તે પર્યાયમાં અનંત ચમત્કારીક તાકાત છે. તે રાગથી સર્વથા જુદી પડીને ચૈતન્યના અનંતગુણની ગૂફામાં ઘૂસી ગઈ છે. તે પર્યાય વર્તમાન પોતાની અગાધ તાકાતને જાણે છે, તેમજ ભવિષ્યની તે-તે પર્યાયમાં સ્વભાવના અવલંબને જે અગાધ તાકાત છે તેનો પણ વિશ્વાસ અત્યારે તેને આવી ગયો છે. ભલે અમુક ક્ષેત્રમાં ને અમુક સમયમાં કેવળજ્ઞાનાદિ થશે–એમ જુદું પાડીને તે ન જાણે, પણ સ્વભાવના અવલંબને તેને પ્રતીત થઈ ગઈ છે કે જેમ અત્યારે મારી સ્વસમ્મુખ પર્યાય રાગથી જુદી રહીને અતીન્દ્રિય સ્વભાવના અવલંબને મહાન આનંદમય કામ કરી રહી છે, તેમ ભવિષ્યમાં પણ મારી પર્યાયો મારા અતીન્દ્રિય સ્વભાવને જ અવલંબીને અચિંત્ય ચમત્કારિક તાકાતથી કેવળજ્ઞાનાદિ કાર્ય કરશે. આવા સ્વભાવનું અવલંબન મને વર્તે જ છે પછી “વધારે જાણું” એવી આકુળતાનું શું કામ છે? સર્વને જાણવાના સામર્થ્યવાળો જે સર્વજ્ઞસ્વભાવ, તેનું જ અવલંબન