________________
3७६
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પણ જ્ઞાન તેમાં આવી ગયું; ત્રણેકાળને એક કાળમાં તે કળી લ્ય છે. પૂર્વભવનું સ્મરણ અત્યારે થાય છે, તો તે તાકાત તો વર્તમાનપર્યાયની છે ને! વર્તમાનપર્યાયમાં પણ કેટલી ગંભીર તાકાત છે!-કે ત્રણેકાળની પર્યાયસહિત દ્રવ્યનો તે નિર્ણય કરી લ્ય છે. દ્રવ્ય-ગુણની ત્રિકાળી અપાર શક્તિનું માપ સ્વસમ્મુખ વર્તમાનપર્યાયે કરી લીધું છે. -આવી સ્વસમ્મુખ પર્યાય તે વિકલ્પથી પાર છે, સમરસથી ભરેલી છે, તે જ પરમ યોગભક્તિ છે;- આવી યોગભક્તિ અતિ આસનભવ્ય ધર્માત્માઓને હોય છે.
ભવિષ્યની કેવળજ્ઞાનાદિ પર્યાય તે-તે કાળે મારા આ સ્વદ્રવ્યના અવલંબને જ થશે, – એમ સ્વદ્રવ્યને વર્તમાન પર્યાયે અંતર્મુખ થઈને કબજે કરી લીધું ત્યાં કેવળજ્ઞાનનો નિર્ણય તેમાં આવી ગયો. અરે!વર્તમાન પર્યાય આવડી મોટી તાકાતવાળી, તો અખંડ સ્વભાવના તારા મહિમાની શી વાત! આવો ત્રણકાળનો નિર્ણય કરવાની શું રાગમાં તાકાત છે? શું વિકલ્પમાં આવો નિર્ણય કરવાની તાકાત છે? ના. આ તો ચૈતન્યમાં સ્વસમ્મુખ થયેલી જ્ઞાનપર્યાયની તાકાત છે.
અરે પ્રભુ!તારી એક જ્ઞાનપર્યાયમાં પણ કેવી અપાર સમૃદ્ધિ છે!—જેની પર્યાયની તાકાત ત્રણકાળનો નિર્ણય કરી લ્ય, આવો જ્ઞાનસ્વભાવ જેને અંતરમાં બેસે તેને વિકલ્પ તૂટયા વગર રહે જ નહીં. અંતરના ચૈતન્યના અવલંબને વિકલ્પ તૂટીને પોતાના આનંદનો અપૂર્વ વિલાસ તેને પ્રગટે છે.
(આત્મધર્મ અંક-૩૫૯, પેઈજ નં. રર-ર૩ બોલ નં. ૪૯ થી ૫૪)
ઈબ્દોપદેશ ગાથા-૫૦ ના
પ્રવચનમાથી તા. ૩/૬/૬૬ [ 0 ] આત્મા પોતે પરથી ભિન્ન ને એ આત્માથી ભિન્ન એમ અંતરમાં નજરે પડતા અર્થાત્
અંતરમાં જુદું ભાસતા; ભૂતાર્થ ભગવાન આત્મા જે શેય થવાને લાયક છે જે જ્ઞાનમાં પ્રમેય થવાને લાયક છે, તે થઈ જાય છે. શ્રોતા- એ એટલે કોણ? ઉત્તર- આત્મા. આત્મામાં પ્રમેય નામનો ગુણ છે. તે ગુણનો એ ગુણ છે. શ્રોતા- ગુણને વળી ગુણ હોય? ઉત્તર- ગુણનો નાથ આત્મા.. એનામાં પ્રમેયત્વ નામનો એક ગુણ છે.
કહે છે કે- આ આત્મા પરથી ભિન્ન અને શરીરાદિ તે આત્માથી જુદાં એમ કહેતા, આત્મા ભૂતાર્થ છે તેનું ગ્રહણ થાય છે. અનંત અનંત ગુણોમાં પ્રમેયત્વ નામનો ગુણ છે તે ગુણને ગ્રહણ કરતાં; એ પ્રમેયત્વ ગુણને લઈને અનંતગુણ તેના જ્ઞાનમાં પ્રમેય થઈ જાય છે. આત્મા જણાય કે નહીં? અહીંયા તો કહે છે કે ગ્રહણ થઈ શકે છે. પ્રમેયત્વ નામનો ગુણ છે તો જણાય જ ને !!
પૂજ્યપાદ સ્વામી કહે છે કે... અહીં અમે આત્માને જ્યાં પુદ્ગલથી જુદો કહ્યો