________________
૩૭૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
અરે ભાઈ, તારી એક પર્યાયની પૂરી તાકાતનો સ્વીકાર કરે તો તેના અપાર સામર્થ્યમાં ત્રણકાળની સમસ્ત પર્યાયો અને દ્રવ્ય ગુણો શેયપણે સમાયેલા છે, તેને સ્વીકાર કરનારું જ્ઞાન રાગથી છૂટું પડીને કામ કરે છે પછી પરસન્મુખી જ્ઞાનના જાણપણાને વધારવાનો મહિમા તેને રહેતો નથી. એનું જ્ઞાન તો સ્વસમ્મુખ એકાગ્ર થઈને પોતાનું કામ કરે છે, ને આનંદનું વેદન કરતું-કરતું મોક્ષને સાધે છે.
એક વર્તમાન પર્યાય ત્રણકાળને જાણે તેથી કાંઈ તેને ઉપાધિ લાગી જતી નથી, કે તેમાં અશુદ્ધતા થઈ જતી નથી. તેમજ આત્મા ત્રિકાળ ટકે તેથી કાંઈ તેને કાળની ઉપાધિ કે અશુદ્ધતા થઈ જતી નથી, નિત્યપણું તો સહજ સ્વભાવ છે. જેમ અનિત્યપણું છે તેમ નિત્યપણું પણ છે-એ બંને સ્વભાવવાળો આત્મા છે.
વર્તમાનમાં જે આત્મા છે તે ભૂતકાળમાં હતો ને ભવિષ્યકાળમાં રહેશે એમ વસ્તુ સ્વરૂપ છે, ત્રણેકાળને સ્પર્શનારી વસ્તુ છે, તેને કાંઈ ત્રિકાળ ટકવામાં બોજો કે અશુદ્ધતા નથી. આવા દ્રવ્ય સ્વભાવના સ્વીકારપૂર્વક તેમાં એકાગ્ર થઈને અતીન્દ્રિયભાવરૂપે પરિણમેલી પર્યાય રાગથી જુદું કાર્ય કરે છે, અને તે જ સ્વભાવના આશ્રયે કેવળજ્ઞાન થાય ત્યારે તે પર્યાય એકેક સમયને જુદો પાડીને પકડી શકે. એક સમયને પકડવાનું કામ છદ્મસ્થનો ધૂળ ઉપયોગ કરી શકે નહીં, તેનો ઉપયોગ અસંખ્ય સમયે કાર્ય કરે એવો સ્થૂળ છે. બોદ્ધ જેવા ભલે આત્માને સર્વથા ક્ષણિક એક સમયનો જ માને, પરંતુ તેનું જ્ઞાન કાંઈ એકેક સમયની પર્યાયને પકડી શકતું નથી, તે પણ અસંખ્ય સમયની ધૂળ પર્યાયને જ જાણી શકે છે.
દ્રવ્ય શું, પર્યાય શું, પર્યાયની તાકાત કેટલી?–તે એક્ય વાતનો નિર્ણય અજ્ઞાનીને હોતો નથી. તે ગમે તે વસ્તુને ગમે તે પ્રકારે અંધાધુંધ આંધળાની જેમ માની લ્ય છે. અરે, દ્રવ્ય-ગુણ-પર્યાય એમાંથી એકપણ વસ્તુનો સાચો નિર્ણય કરવા જાય તો તે જ્ઞાનમાં સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયનો, ત્રણકાળ-ત્રણલોકનો નિર્ણય સમાઈ જાય, ને તે જ્ઞાન રાગથી જુદું પડીને અંદરના સ્વભાવ તરફ વળી જાય; તેમાં તો અનંતગુણોના સુખનો રસ ભર્યો છે. અહા, ધર્મીની એક જ્ઞાનપર્યાયમાં કેવી અચિંત્ય તાકાત ભરી છે ને તેમાં કેવો અદ્ભુત આત્મવૈભવ પ્રગટ્યો છે, તેની જગતને ખબર નથી. જગતને તો ખબર પડે કે ન પડે પણ તે જ્ઞાની પોતે પોતામાં તો પોતાના ચમત્કારીક વૈભવને અનુભવી જ રહ્યા છે. (આત્મધર્મ અંક-૩૫૯, પેઈજ નં. ૫ થી ૮માંથી)
મારી ચૈતન્યજાતમાં પૂર્વની અનંત પર્યાયો થઈ ને ભવિષ્યમાં અનંત પર્યાયો થશે-તે ત્રણેકાળની ચૈતન્યજાતિને ધર્મી જીવ જાણી લ્ય છે, તે પરમાર્થરૂપ જાતિસ્મરણ છે. આવા સ્વજાતિના સ્મરણ વગર સમ્યગ્દર્શન થાય નહીં. ભવસંબંધી જાતિસ્મરણ તે જુદી જાત છે, ને આ ચૈતન્યની સ્વજાતનું સ્મરણ તે અપૂર્વ સમ્યકત્વાદિરૂપ મહા શાંતિથી ભરેલું છે.
દ્રવ્યની સન્મુખ થઈને તેને જાણતાં, તે દ્રવ્યની સ્વજાતની ત્રણેકાળની પર્યાયનું