________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૭૧
જીવ કદી ૫૨ને મેળવવાની ભાવના છોડે નહીં, ને તેના જ્ઞાનમાં ત્રણકાળ-ત્રણલોક કદી શેય તરીકે મળે નહીં.
જેમ નદીમાં પાણીનો પ્રવાહ ચાલ્યો જતો હોય ત્યાં, કાંઠે ઉભેલો માણસ ‘આ મારું પાણી છે’ એમ માનીને તેને રોકી રાખવા માગે તો તે મૂર્ખ છે, પાણી તો તેના પ્રવાહમાં વહ્યું જ જાય છે; તેમ આ જગતના બધા પદાર્થો પોતાના પર્યાયરૂપી પ્રવાહળવું ચાલ્યા જ જાય છે, – દરેક પદાર્થ ક્ષણે ક્ષણે પોતાના પર્યાયમાં પરિણમ્યા જ કરે છે. તેને જાણવાનો જીવનો સ્વભાવ છે; તેને જાણતાં અજ્ઞાની જીવ ‘આ મારું છે’, હું તેનો કર્તા છું” એમ માનીને ૫૨ને પકડી રાખવા માગે છે, પરંતુ તે જીવ એક પણ પદાર્થને પકડી રાખી નહીં શકે. પણ તે પકડ છોડીને સ્વભાવની એકાગ્રતાથી જો જાણે તો એક સાથે બધાય પદાર્થોને જાણી શકશે ! જીવનો સ્વભાવ જાણવાનો છે ને પદાર્થોનો સ્વભાવ જ્ઞાનમાં જણાવવાનો છે. અજ્ઞાની જીવ પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલીને ૫૨ વસ્તુમાં સુખ માને છે ને ૫૨ વસ્તુનો સંયોગ મેળવવા માગે છે, પણ અહીં તો આચાર્ય ભગવાન શાનમાં એક સાથે બધાય પદાર્થો શેયપણે મળે એવી વાત કરે છે. બધા પદાર્થોને જાણવારૂપે જ્ઞાન પરિણમી ગયું ત્યાં આકુળતા ન રહી, તે જ સુખ છે. કોઈ ૫૨ વસ્તુમાં સુખ નથી. શું લાડવામાં સુખ છે ? જો લાડવામાં સુખ હોય તો ચોવીસે કલાક લાડવા ખાધા જ કરે ! લુગડામાં સુખ હોય તો ઉપરા ઉપરી લૂગડા પહેર્યા જ કરે ! વિષયોમાં સુખ હોય તો ચોવીસે કલાક વિષય ભોગવ્યા જ કરે ! એ બધામાં ક્યાંય સુખ નથી, તેથી તેના લક્ષે કંટાળો આવી જાય છે.
માટે આચાર્યદેવ કહે છે કે ભાઈ ! તારા જ્ઞાનની પ્રતીત તો કર. તારા જ્ઞાન સ્વભાવમાં તા૨ી પ્રભુતા ભરી છે તેનો વિશ્વાસ કર. ‘અહો, મારા જ્ઞાનમાં એક સમયમાં ત્રણકાળ–ત્રણલોક શેય તરીકે સમાઈ જાય–એવી મારી પ્રભુતાનો અખંડ પ્રતાપ છે’ – એમ પોતાની પ્રભુતાનો એવો દૃઢ વિશ્વાસ કર કે ફરીથી કદી કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોમાં સુખ કે દુઃખની કલ્પના ન થાયઃ અને અખંડ પ્રતાપવાળું કેવળજ્ઞાન લેવામાં વચ્ચે વિદ્યુ ન આવે.
અહો જીવો ! પ્રતીત તો કરો ! સ્વભાવની પ્રતીત તો કરો. આત્મ સ્વભાવમાં અખંડ પ્રભુતા છે તે પ્રભુતાની પ્રતીત તો કરો. આત્મા એક સમયના વિકાર જેટલો તુચ્છ –પામર નથી પણ ત્રિકાળી અનંત શક્તિઓનો ઘણી પ્રભુ છે. તે પ્રભુતાની પ્રતીત કરતાં પર્યાયમાંથી એક સમયનો વિકા૨ ટળી ને પ્રભુતા પ્રગટે છે, ને કેવળજ્ઞાન પર્યાયના અખંડ પ્રતાપથી આત્મા શોભે છે. આત્માના એક કેવળજ્ઞાન પર્યાયમાં એક સાથે લોકાલોકના સમસ્ત પદાર્થો જણાય છે તો પણ તે પર્યાયમાં ખંડ પડતા નથી. એક પર્યાયમાં અનેક પદાર્થો જણાય છે તો પણ તેની એકતા ખંડિત થતી નથી, એવો પર્યાયનો પ્રતાપ અખંડ છે.
જેમ એક અરીસામાં એક સાથે લાખો વસ્તુ જણાય છે છતાં અરીસાના કાંઈ લાખ ટુકડા થઈ જતા નથી, અરીસો તો અખંડિત એક જ રહે છે, તેમ આત્માની એક