________________
૩૭૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ આત્મામાં જ પ્રભુતા છે, કોઈ બીજાની સહાય વગર પોતે પોતાથી પૂરો છે, પણ જેને પોતાના આત્માની પ્રભુતાનો વિશ્વાસ નથી તે જીવ બહારની વસ્તુઓથી પોતાની મોટાઈ કે સુખ માને છે, અને તેથી બહારની વસ્તુઓ મેળવવાની ભાવના કરે છે. આજે બેસતા વરસના પ્રભાતે અજ્ઞાની લોકો લક્ષ્મી, બાયડી-છોકરાં, શરીરની નિરોગતા, વસ્ત્ર વગેરે બહારની વસ્તુઓને મેળવવા માગે છે. પણ આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ ! તું જ્ઞાન છો, તારી પ્રભુતા તારામાં છે તારા જ્ઞાનમાં એવી પ્રભુતા છે કે બધાને જાણે, પણ તારા જ્ઞાનમાં તું લક્ષ્મી વગેરે પર વસ્તુને મેળવવાનું માને તે અજ્ઞાન છે. જ્ઞાન કદી પર વસ્તુને મેળવી શકતું નથી, અને પર વસ્તુ કદી જ્ઞાનમાં આવતી નથી.
આ લોકમાં તો અનંતા અનંત પર પદાર્થો છે, તેમાંથી તે લક્ષ્મી વગેરે થોડા પદાર્થો મેળવવા માગીશ તો તારું જ્ઞાન તે થોડા પદાર્થોના લક્ષે વિકારમાં અટકી જશે; અને તે અટકેલું જ્ઞાન એક પદાર્થને પણ યથાર્થ જાણી નહીં શકે. માટે તું થોડીક પરવસ્તુને મેળવવાની (જે ભાવના કરે છે) તે ભાવનાને છોડીને; જ્ઞાન સ્વભાવના લક્ષે એકાગ્ર થઈને તારા જ્ઞાનમાં ત્રણકાળ-ત્રણલોકને શેય તરીકે મેળવ તો કોઈ આત્મામાં કાંઈ પર પદાર્થો પ્રવેશી જતા નથી, માત્ર જ્ઞાનમાં જણાય છે. પોતાના જ્ઞાનસ્વભાવના વિશ્વાસે જેને કેવળજ્ઞાન ખીલ્યું તેને આખા લોકના પદાર્થો ય તરીકે મળ્યા. કેવળ-જ્ઞાન થતાં એક પણ પદાર્થ જ્ઞાનમાં જણાયા સિવાય ન રહે. અજ્ઞાની એકેક વસ્તુને મેળવવાની ભાવનામાં અટકે છે તેને બદલે અહીં તો જ્ઞાનમાં શેય તરીકે એક સાથે ત્રણકાળ-ત્રણલોકના પદાર્થો મળી જાય- એવી વાત કરી. આનું નામ સુપ્રભાત માંગલિક ! જ્ઞાનીઓ આવા કેવળજ્ઞાન સુપ્રભાતની ભાવના કરે છે. લક્ષ્મી વગેરે બહારની વસ્તુઓ તો “ધૂળધમાહા' છે તેની ભાવના જ્ઞાની કરતા નથી.
ખરેખર કોઈ જીવ પર વસ્તુને મેળવતો કે ભોગવતો નથી. અજ્ઞાની પર વસ્તુને મેળવવાની કે ભોગવવાની ભાવના કરે છે; પણ તે અજ્ઞાનીના આત્મામાં કાંઈ પર વસ્તુ આવી જતી નથી. અજ્ઞાની પણ ખરેખર તો તેને જાણે જ છે, પણ પરને જાણતાં
આ મારું, આનું હું કરું, આને હું ભોગવું' – એમ મોહ ભાવ સહિત જાણે છે. પરંતુ તે કાંઈ પરને પકડતો કે ભોગવતો નથી. તો સંપૂર્ણજ્ઞાની (છે તે) રાગ-દ્વેષ-મોહ વગર એક સાથે ત્રણકાળ-ત્રણલોકને જાણે જ છે. અહીં તો આત્માને કેવળજ્ઞાન થાય અને ત્રણકાળ–ત્રણલોકના સર્વ પદાર્થો તેને શેય તરીકે એક સાથે મળે અને સદાય એમ ને એમ રહ્યા જ કરે-એવી વાત કરી. પરને મેળવવાની ભાવના કરશે તેને એક પણ પદાર્થનું જ્ઞાન યથાર્થ નહીં થાય, એટલે તેના જ્ઞાનમાં એક પણ પદાર્થ નહીં મળે. અને પોતાના પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની ભાવના કરીને તેમાં એકાગ્ર થતાં એક સાથે સર્વ પદાર્થો જ્ઞાનમાં નિમગ્ન થઈ જાય છે. -શેય તરીકે મળે છે.
હવે, પરની ભાવના જીવ ક્યારે ન કરે? જો પોતાના આત્મામાં પૂરેપૂરી પ્રભુતા છે તે જાણે તો તે સ્વભાવની જ ભાવના કરે અને પરની ભાવના ન કરે. પણ જો સ્વભાવની પ્રભુતાને જાણે નહીં ને અપૂર્ણતા કે વિકારને પોતાનું સ્વરૂપ માને તો તે