________________
૩૬૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ઈબ્દોપદેશના ગાથા-૫૦ ના પ્રવચનમાંથી - [ 0 ] ભગવાન આત્મા જ્ઞાન, આનંદ આદિ અનંતગુણ સંપન્ન સત્ય વસ્તુ છે. તે રાગાદિ
પુદ્ગલથી ભિન્ન છે અને રાગાદિ પુદ્ગલ આત્માથી ભિન્ન છે. એટલું કહેવામાં સત્યાર્થ આત્માનું ગ્રહણ, જ્ઞાન, નિર્ણય અને અનુભવ થઈ જાય છે. કેમકે શરીર, રાગાદિ અને ભૂતાર્થ ભગવાન આત્માનો ભેદ ભાસતા જ્ઞાનમાં આત્મા શેય થઈ જાય છે. અનંતગુણોમાં એક પ્રમેયત્વગુણ છે તે પ્રમેયત્વગુણના કારણે અનંત ગુણસ્વરૂપ આત્મા જ્ઞાનમાં પ્રમેય થઈ જાય છે.
આત્મામાં પરમેશ્વર થવાનો ગુણ છે. એક પ્રભુત્વગુણના કારણે અનંતગુણોમાં પરમેશ્વરતા વ્યાપેલી છે. ભેદજ્ઞાન થતાં આત્મા પરમેશ્વર સ્વરૂપ છે એમ દષ્ટિમાં ભાન થઈ જાય છે. અનંતકાળથી જેને જાણતો ન હતો તેને જ્ઞાનમાં શેય બનાવી -પ્રમાણજ્ઞાનમાં પ્રમેય બનાવી જ્ઞાનમાં તેનો નિર્ણય અને ગ્રહણ કરી લે છે.
બહુ ઝીણી પણ બહુ ટૂંકી અને ઘણી સરસ વાત આવી છે. અનંતકાળમાં જીવે કદી સ્વને પ્રમેય બનાવ્યો નથી તેને પ્રમેય બનાવવાની આ વાત છે.
અજ્ઞાની જગતના પદાર્થ જોવા મળે છે, રાગ જોવા મળે છે, શરીરને જોવા મળે છે પણ એ બધા પદાર્થો તો આત્માથી જુદા છે. એ બધાથી જુદા એવા આત્માને જોવા માટે કદી મંથન કર્યું છે? વકીલાતનું જ્ઞાન, ડોકટરનું જ્ઞાન, મશીનોનું જ્ઞાન એવું બધું જ્ઞાન કર્યું. બધાને પ્રમેય બનાવ્યા પણ પોતાને પ્રમેય ન બનાવ્યો. હવે, હજી પણ આટલું સાંભળીને ભેદજ્ઞાન કરે તો થાય એવું છે.
- વર્તમાન જ્ઞાન પોતાના પૂર્ણ શેય તરફ ઢળતાં-અનંતગુણરૂપ એક આત્મા તેના જ્ઞાનનું પ્રમેય થતાં-સાચું પ્રમાણજ્ઞાન થાય છે. રાગાદિ આત્માથી જુદાં છે અને આત્મા રાગાદિથી જુદો છે એવું સાંભળી ભૂતાર્થ, સત્યાર્થ ભગવાન આત્મા તરફ લક્ષ કરતાં જ્ઞાનમાં આખો આત્મા પ્રહણ થઈ જાય છે- નિર્ણયમાં આવી જાય છે.
સર્વને જોનાર, જાણનાર એવા આત્માને જાણ્યા વગર બીજા કોઈને વ્યવહારથી પણ જીવ જાણી શકતો નથી. માટે પ્રથમ આત્માને જાણવાનો છે. રાગાદિથી આત્મા જુદો છે એમ જાણીને નિચોડ શું કાઢવો? ગ્રહણ શું કરવું? તારવવું શું? કે વર્તમાન જ્ઞાનમાં જ્ઞાન-સ્વરૂપ આત્માને શેય બનાવવો-જેથી આખા શાયકનો નિર્ણય થઈ જશે. આત્મા દેષ્ટિમાં આવી જશે પછી તેમાં જ ઠરવા લાયક છે, રમવા લાયક છે એમ લાગશે. રાગાદિમાં રમવા જેવું નહીં લાગે.
ભાઈ! તું ક્યાં છો? તું કેવડો છો? કેવો છો? એ બધા પ્રશ્નોનો જવાબ જ્ઞાયક ઉપર દૃષ્ટિ મૂકતાં જ તને મળી જશે.
કોઈ એમ કહે કે અમને આત્મા જણાતો નથી તેણે આત્માનો જ નિષેધ કર્યો છે. ન જણાય એવા કોઈ ગુણ જ આત્મામાં નથી. દરેક ગુણ જણાય તેવો પ્રમેયત્વ ગુણ તેનામાં પડ્યો છે. તેનો નિષેધ કર્યો તેણે આત્મા જ નથી એમ આત્માનો નિષેધ કર્યો